રાજ્યભરમાં થઇ રહેલા ભારે વિરોધને પગલે આખરે ગુજરાત સરકારે પોતાના શિક્ષકોની ભરતી બાબતનો પોતાનો પરિપત્ર રદ કરવાની નોબત આવી હતી. આને ગુજરાત સરકારનો જબરદસ્ત યુ ટર્ન કહી શકાય એમ છે. શિક્ષક સંઘો, શાળા સંચાલક મંડળો તેમજ શિક્ષિત બેરોજગાર યુવકો – એમ ચારેકોરથી થઇ રહેલા વિરોધ વચ્ચે ઘેરાયેલી સરકારે સમયસર યુ ટર્ન મારીને પરિસ્થિતિને વક્રતા બચાવી લીધી છે, એમ કહીએ તો ખોટું નથી.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને એક અઠવાડિયામાં બીજો તઘલખી નિર્ણય પરત ખેંચવાની ફરજ પડી છે. ભારે વિવાદ થયા બાદ શિક્ષણ વિભાગે નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવાની ફરજ પડી છે.
નિર્ણય રદ કરતા પરિપત્રમાં જણાવાયું કે,અંત્રેના સરખા ક્રમાંકના તા. ૨૫-૭-૨૦૨૫ ના પત્રથી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂંક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત શિક્ષકોને કામગીરી સોંપવાની સૂચના આપવામાં આવેલ હતી તે મૂળ અસરથી રદ કરવામાં આવે છે.
ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અનેક જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે બપોરના 1 વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે સોમવારે (28મી જુલાઈ) બપોરે એક વાગ્યા સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા અને નગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.