મદ્રેસાઓના પાઠ્યક્રમમાં સામેલ થશે ‘ઓપરેશન સિંદૂર’, આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

મદ્રેસાઓના પાઠ્યક્રમમાં સામેલ થશે ‘ઓપરેશન સિંદૂર’, આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

05/20/2025 Education

SidhiKhabar

SidhiKhabar

મદ્રેસાઓના પાઠ્યક્રમમાં સામેલ થશે ‘ઓપરેશન સિંદૂર’, આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

નવા અભ્યાસક્રમમાં 'ઓપરેશન સિંદૂર' પર એક આખું પ્રકરણ ઉમેરવામાં આવશે, જે ભારતીય સેનાની વીરતા અને દેશ પ્રત્યેના સમર્પણની પ્રેરણાદાયી કહાની હશે. રાજ્યમાં હાલમાં 451 રજિસ્ટર્ડ મદ્રેસામાં 50,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમને હવે આ નવી પહેલ હેઠળ દેશભક્તિથી ભરેલા ઇતિહાસથી પરિચિત કરાવવામાં આવશે. સરકારના આ પગલાને રાષ્ટ્રવાદ અને સૈન્ય ગૌરવને શિક્ષણ સાથે જોડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.


ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ તબાહ કરી દીધા આતંકી ઠેકાણા

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ તબાહ કરી દીધા આતંકી ઠેકાણા

આતંકવાદ વિરુદ્ધ દુનિયા સામે પોતાના વલણને ફરી એક વખત સ્પષ્ટ કરતા ભારતે 6 અને 7 મેની રાત્રે સાહસિક સૈન્ય અભિયાન ‘ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યું હતું. આ ઓપરેશન હેઠળ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને પાકિસ્તાનમાં 9 સ્થળો પર સચોટ હુમલા કર્યા. આ બધા ઠેકાણા જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા ભારત વિરોધી આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હતા.

આ સુનિયોજિત અને રણનીતિક કાર્યવાહીમાં 100 કરતા વધુ આતંકીઓ માર્યા ગયા હતા. આ બધા આતંકી ગ્રુપ ભારત વિરુદ્ધ આતંકીઓ હુમલાઓની યોજના બનાવી રહ્યા હતા અને આજ સ્થળોથી તેમને ટ્રેનિંગ, હથિયાર અને દિશા-નિર્દેશ આપવામાં આવી રહ્યા હતા. ભારતીય જાસૂસી એજન્સીઓને મળેલી યોગ્ય માહિતીને આધારે આ સ્થળોની ઓળખ કરવામાં આવી હતી, ત્યારબાદ સેનાએ સચોટ નિશાન સાધીને ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યું.


ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂરની ખાસ વાત એ રહી કે, આ આખા અભિયાને માત્ર ને માત્ર આતંકી અડ્ડાઓને નિશાન બનાવ્યા. પાકિસ્તાનના કોઈ પણ સૈન્ય પ્રતિષ્ઠાન કે નાગરિક ઢાંચાને કોઈ નુકસાન પહોંચાડવામાં આવ્યું નહોતું. આ ઓપરેશન ન માત્ર ભારતીય સેનાની દક્ષતા અને સચોટતાનું ઉદાહરણ છે, પરંતુ એ પણ દર્શાવે છે કે ભારત હવે આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરેન્સની નીતિ પર પૂરી મજબૂતીથી કાયમ છે. ઓપરેશન સિંદૂર ભારતના સૈન્ય ઈતિહાસમાં વધુ એક ગૌરવપૂર્ણ અધ્યાયના રૂપમાં નોંધાઈ ગયું છે. આ અધ્યાય બાબતે ઉત્તરાખંડના મદ્રેસાઓના વિદ્યાર્થી વિસ્તારથી ભણશે. BBCના રિપોર્ટ મુજબ, ઉત્તરાખંડમાં 451 મદ્રેસા, મદરેસા શિક્ષણ પરિષદ (મદ્રેસા બોર્ડ) સાથે રજિસ્ટર્ડ છે, પરંતુ લગભગ 500 મદરેસસા રજીસ્ટ્રેશન વિના ચાલી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top