ગુજરાત સરકાર દ્વારા આ ધોરણોની પરિક્ષા પદ્ધતિઓમાં મોટા ફેરફાર! પરિક્ષાની તારીખો જાહેર, મૂલ્યાંકન

ગુજરાત સરકાર દ્વારા આ ધોરણોની પરિક્ષા પદ્ધતિઓમાં મોટા ફેરફાર! પરિક્ષાની તારીખો જાહેર, મૂલ્યાંકન પદ્ધતિઓમાં પણ ફેરફાર? જાણો વિગતો

08/14/2025 Education

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત સરકાર દ્વારા આ ધોરણોની પરિક્ષા પદ્ધતિઓમાં મોટા ફેરફાર! પરિક્ષાની તારીખો જાહેર, મૂલ્યાંકન

પ્રાથમિક શિક્ષણની મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફારો કરવા માટે સરકાર દ્વારા ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીની ભલામણો બાદ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 3થી 8ની પરીક્ષા-પરિણામ-મૂલ્યાંકન પદ્ધતિઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં એકમ (પખવાડીક) કસોટીઓની પદ્ધતિ રદ કરી દેવાઈ છે અને હવે આ વર્ષથી ત્રિમાસિક કસોટી પદ્ધતિ દાખલ કરાઈ છે. જેનાં ભાગરૂપે પ્રથમ ત્રિમાસિક કસોટી 18મી ઓગસ્ટથી તમામ પ્રાથમિક સ્કૂલોમાં એક સાથે શરૂ કરવામાં આવશે.


શું છે આ નવી પરીક્ષા-મૂલ્યાંકન પદ્ધતિમાં?

સરકાર દ્વારા રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ, કોર્પોરેશન સંચાલિત અને ખાનગી સહિતની તમામ પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 3થી 8ના શિક્ષણમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં હવે 360 ડિગ્રી સર્વાંગી મૂલ્યાંકન પદ્ધતિ લાગુ કરવાનો નિર્ણય કરાયો છે. જેને પગલે જીસીઈઆરટી દ્વારા નવી પરીક્ષા-મૂલ્યાંકન પદ્ધતિ પણ જાહેર કરવામાં આવી છે.


ધોરણ 3થી 8માં એકમ કસોટી પદ્ધતિ રદ કરીને ત્રિમાસિક કસોટી લાગુ કરાઈ છે. જે અંતર્ગત રાજ્યની તમામ સ્કૂલોમાં પ્રથમ ત્રિમાસિક કસોટી એકસાથે 18થી 30મી ઓગસ્ટ દરમિયાન લેવામાં આવશે. દરેક વિષયની એક કસોટી 40 માર્કસની લેવાની રહેશે. આ પરિક્ષાઓનું ટાઈમટેબલ સ્કૂલો દ્વારા નક્કી કરવામાં આવશે. સ્કૂલો દ્વારા હવે દરેક સત્રમાં 15 દિવસના સમય ગાળામાં દરેક વિષયની 40 ગુણની એક કસોટી લેવાની રહેશે.

આ વખતની પ્રથમ ત્રિમાસિક કસોટી માટે 15મી ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ રહેશે. ઉપરાંત આ ત્રિમાસિક કસોટીના માર્કસ ફાઈનલ પરિણામમાં પણ ઉમેરવામાં આવશે. સરકારે પ્રાથમિક શિક્ષણમાં ફેરફારો કરતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ સાથે બોધાત્મક ભાવનાત્મક અને મનોગામિક ક્ષેત્રોની સિદ્ધિઓને પણ ધ્યાને લેવા સર્વાંગી વિકાસ સાથે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ-એચપીસી તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાનું નક્કી કર્યુ છે. જેમાં શિક્ષકનું, સહપાઠીનું, વિદ્યાર્થીનું પોતાનું અને વાલીનું એમ ચારેયનું મૂલ્યાંકન હશે.


કુલ 200 માર્કસના આધારે પરિણામ

કુલ 200 માર્કસના આધારે પરિણામ

આ અગાઉ એકમ કસોટીઓના માર્કસ ફાઈનલ પરિણામમાં ઉમેરાતા ન હતા, પરંતુ હવે ત્રિમાસિક કસોટીના માર્કસ સત્રાંત-વાર્ષિક પરીક્ષાના પરિણામમાં ઉમેરાશે અને અંતિમ પરિણામમાં પણ દર્શાવવામાં આવશે. અને કુલ 200 માર્કસના આધારે પરિણામ તૈયાર કરાશે. જીસીઈઆરટી દ્વારા પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત ધોરણ 9થી 12ની જેમ ધોરણ 3થી 8માં પણ પ્રથમ સત્રાંત પરીક્ષા નવરાત્રી બાદ જ લેવાશે.

જે મુજબ તમામ સ્કૂલોમાં ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા ૬ ઓક્ટોબરથી 14મી ઓક્ટોબર સુધી એક સાથે લેવાશે. સરકારી સ્કૂલો માટે કોમન પ્રશ્નપત્ર રહેશે. આ પરીક્ષા ધોરણ 3થી 5માં 40 માર્કસની અને ધોરણ 6થી 8માં 80 માર્કસની રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top