રાજ્યસરકારનો ફી માફી અંગે હાઇકોર્ટનો ચુકાદો; રાજ્ય સરકાર નો પરિપત્ર રદ કર્યો
અમદાવાદ : રાજ્યની ખાનગી શાળાઓની ફી અને ઓનલાઈન શિક્ષણ બાબતે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપતા સ્કુલ ફી માફીનો પરિપત્ર રદ કર્યો છે. જોકે પરિપત્રના સમાવિષ્ટ બાકીના મુદ્દાઓ યથાવત રાખવામાં આવ્યા છે.
અગાઉ રાજ્યસરકાર દ્વારા ખાનગી શાળાઓને શાળાઓ વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધી ફી ન વસૂલવાનો આદેશ બહાર પાડ્યો હતો. ત્યારબાદ ખાનગી શાળા સંચાલકોએ આ મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેની ઉપર આજરોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે આ મુદ્દે સુનાવણી હાથ ધરી ચુકાદો આપ્યો હતો.
શાળા સંચાલકોએરજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર શાળાઓ વાસ્તવિક રીતે શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી ફી ન વસૂલવાનો ઠરાવ કરી શકે નહીં. આ કાયદાથી વિપરીત છેહાઇકોર્ટે તેના જવાબમાં કહ્યું હતું કે શાળાઓ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખે. તેમજ જણાવ્યું હતું કે સરકારના આદેશમાં સંતુલન બનાવવા માટે નોંધ કરીશું. હાઇકોર્ટે કહ્યું હતું કે શાળાઓના ખર્ચ અને વાલીઓની સમસ્યા વચ્ચે સંતુલન બહુ જરૂરી છે.
હાઇકોર્ટે કહ્યું હતું કે અમે શાળા સંચાલકો સાથે પણ વાટાઘાટો કરી છે. અને કહ્યું હતું કે તેઓ કોઈ પણ પ્રકારના વિનિમય કે વાટાઘાટ માટે તૈયાર ન હતા. કોર્ટે કહ્યું છે કે સંચાલકો પણ અમારી સામે કેસ લઈને આવ્યા છે, અમેજરૂરી નિર્દેશ આપીશું.
આથી ફી મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારનો પરિપત્ર રદ કર્યો છે. અને હાલ શાળાઓને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે વિગતવાર વટહુકમ થોડા દિવસોમાં જાહેર કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp