ધોરણ ૧૦-૧૨ના પરિણામ અંગે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલ નોટીસ સાચી નથી, CBSE બોર્ડની સ્પષ્ટતા.

ધોરણ ૧૦-૧૨ના પરિણામ અંગે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલ નોટીસ સાચી નથી, CBSE બોર્ડની સ્પષ્ટતા.

07/10/2020 Education

SidhiKhabar

SidhiKhabar

ધોરણ ૧૦-૧૨ના પરિણામ અંગે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલ નોટીસ સાચી નથી, CBSE બોર્ડની સ્પષ્ટતા.

નવી દિલ્હી : ધોરણ દસ અને બાર બોર્ડના રિઝલ્ટ અંગે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હજુ પરિણામોની તારીખ નક્કી કરવામાં આવી નથી. રિઝલ્ટ અંગે જે મેસેજ વાઈરલ થઇ રહ્યા છે તે અંગે CBSE બોર્ડે કહ્યું હતું કે વાઈરલ થઇ રહેલા તમામ મેસેજ ખોટા છે.

સોશિયલ મીડિયા ઉપર પરિણામો અંગે ફેક નોટીસ શેર કરવામાં આવી રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે CBSE ધોરણ બારનું પરિણામ ૧૩ જુલાઈ અને ધોરણ દસનું પરિણામ ૧૧ જુલાઈએ જાહેર કરવામાં આવશે. પરંતુ આ ખબર સાચી નથી.બોર્ડ દ્વારા આવી કોઈ પણ નોટીસ ઇસ્યુ કરવામાં આવી નથી.


ઉલ્લેખનીય છે કે CBSE બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાઓ માર્ચ મહિનામાં જ શરૂ થઇ ગઈ હતી. પરંતુ દેશભરમાં સતત વધતા કોરોના સંક્રમણને કારણે આ પરીક્ષાઓ ઉપર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ આ બાકી પરીક્ષાઓને એક થી પંદર જુલાઈ સુધી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓએ દેશભરમાં વધતા કોરોના વાયરસના સંક્રમણના કારણે આ પરીક્ષાઓ રદ કરવા માટેની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી.

ત્યારબાદ ૨૫ જૂને કોર્ટ સમક્ષ CBSE બોર્ડે ધોરણ દસ-બારની બાકી પરીક્ષાઓ રદ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અને કોર્ટે ધોરણ દસના વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકન અને અગાઉની પરીક્ષાના આધારે માર્ક્સ આપવા માટે આદેશ આપ્યો હતો જયારે ધોરણ બારના વિદ્યાર્થીઓને વિકલ્પો આપવામાં આવશે તેવું જણાવાયું હતું.

બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા પૂર્ણ કરી લીધી છે તેમના પરિણામ સામાન્ય રીતે જ આવશે. જેમણે ત્રણથી વધુ પેપર આપ્યા છે એમને બાકીના પેપર માટે સર્વશ્રેષ્ઠ ત્રણ પેપરના સરેરાશ ગુણ આપવામાં આવશે. જેમણે ત્રણ પેપર આપ્યા છે તેમણે બાકી પરીક્ષાઓ માટે સર્વશ્રેષ્ઠ ૨ વિષયના સરેરાશ ગુણ મળશે. અને જે વિદ્યાર્થીઓએ ૨ પેપર આપ્યા છે તેમના પરિણામ આંતરિક અને પ્રેક્ટિકલ માર્ક્સના આધારે પરિણામ જાહેર કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top