ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ‘જો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી શકે છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26/11ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડને પાકિસ્તાનથી ભારતમાં કેમ ન લાવી શકે? મુંબઈમાં એક ભાષણ દરમિયાન ઓવૈસીએ કહ્યું કે, ‘આજે આપણે જોયું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી લીધા અને તેમને પોતાના દેશમાંથી અમેરિકા લઈ ગયા.’
ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું નામ લેતા કહ્યું કે જો ટ્રમ્પ પોતાની સેના મોકલીને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને કીડનેપ કરાવી શકે છે અને જો સાઉદી અરેબિયા યમનના બંદરો પર બોમ્બમારો કરી શકે છે.’
ઓવૈસીએ કહ્યું કે, ‘અમે તમને કહી રહ્યા છીએ, મોદીજી, તમે પાકિસ્તાનમાં સેના મોકલીને 26/11ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડને ભારતમાં કેમ પાછા નહીં લાવી શકો, પછી ભલે તે મસૂદ અઝહર હોય કે લશ્કર-એ-તૈયબાનો કોઈ ક્રૂર શેતાન. મોદીજી, તમારી પાસે 56 ઇંચની છાતી છે, તો પછી તેનું અપહરણ કરો અને તેને ભારત પાછો લાવો.’
ઓવૈસીનું નિવેદન વેનેઝુએલામાં તાજેતરના અમેરિકના હુમલાઓ અંગે હતું. વેનેઝુએલા પર મોટા પાયે હુમલાની પુષ્ટિ કરતા, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને તેમની પત્ની સાથે પકડીને દેશની બહાર લઈ જવામાં આવ્યા હતા.
ટ્રમ્પે કહ્યું કે તેમને ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા. ટ્રમ્પે અગાઉ માદુરોનો આંખે પટ્ટી બાંધેલો ફોટો શેર કર્યો હતો. તસવીરમાં જે દેખાઈ રહ્યું હતું, તેઓ માદુરોની હોય તેવું લાગી રહ્યું હતું, જેમાં તેમણે આંખનો માસ્ક અને હેડફોન અને ગ્રે ટ્રેકસૂટ પહેર્યો હતો.
આ કાર્યવાહી અમેરિકાના કાયદા અમલીકરણ અધિકારીઓના સહયોગથી કરવામાં આવી હતી. ટ્રમ્પે તેમની પોસ્ટમાં લખ્યું હતું કે વિગતો પછીથી આપવામાં આવશે. ટ્રમ્પે દેશને હાલ પૂરતો યુએસ નિયંત્રણ હેઠળ રાખવાનું પણ વચન આપ્યું હતું, જ્યારે વેનેઝુએલાના અધિકારીઓએ પ્રતિકાર કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અમેરિકન સૈન્ય દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા છે અને બ્રુકલિન, MDC ખાતે ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA) મુખ્યાલયમાં રાખવામાં આવ્યા છે. અમેરિકન સૈન્યએ ન્યૂયોર્ક એરબેઝ પર માદુરોના આગમન અને DEA ઓફિસમાં પરિવહનનો વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેને વ્હાઇટ હાઉસની રેપિડ રિસ્પોન્સ 47 ટીમે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો જેથી દુનિયા જોઈ શકે.
બીજા શબ્દોમાં કહીએ તો, અમેરિકન સૈન્યએ માદુરોની પરેડ કરી હતી, જેના વીડિયો વાયરલ થયા છે. X પર પોસ્ટ કરાયેલ મેનહટનમાં DEA ઓફિસની અંદર લેવાયેલા એક વીડિયોમાં 63 વર્ષીય માદુરો હાથકડી પહેરેલા અને કાળા હૂડવાળા સ્વેટશર્ટ પહેરેલા દેખાય છે. તેમને DEA NYD લેબલવાળા વાદળી કાર્પેટથી ઢંકાયેલા કોરિડોર પર ચાલતા દર્શાવવામાં આવ્યા છે. તેમને રૂમમાં અધિકારીઓને ગૂડ નાઇટ અને હેપ્પી ન્યૂ યાર કહેતા પણ સાંભળી શકાય છે.