ટીવી સીરીયલની આ જાણીતી અભિનેત્રીની વિચિત્ર હરકતનો વિડિયો વાયરલ! લોકોએ લગાવી ઘણી અટકળો? જુઓ વિડિયો
આમ તો ભારતીય ટેલિવિઝન પ્રખ્યાત અભિનેત્રી સુધા ચંદ્રનને કોઈ પરિચયની જરૂર નથી. સીરીયલોમાં પોતાના દમદાર પાત્રોની ભજવણીથી તેઓ ઘર ઘરમાં જાણીતા છે. આજે સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જે સૌ કોઈને ચોંકાવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સુધા ચંદ્રન અલગ જ રૂપમાં જોવા મળી રહ્યા છે. તેમની આવી વિચિત્ર હરકતો પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દેખાય છે કે, સુધાને ઘણા લોકોએ પકડી છે. અને માહિતી મુજબ, આ કોઈ ફિલ્મ કે ટીવી સિરિયલનો નથી, પરંતુ માતાના ભજનના કાર્યક્રમનો વિડિયો છે. સુધાનીની હાલત જોઈને એવું લાગે છે કે, તેઓ દેવીના પ્રભાવમાં છે અને પોતાને નિયંત્રિત કરવામાં અસમર્થ છે. જ્યાં દરેક વ્યક્તિ તેને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમને નિયંત્રિત કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. માહિતી મુજબ શનિવારે, સુધા ચંદ્રને માતા કી ચોકીનું આયોજન કર્યું હતું. જેમાં વરિષ્ઠ ફિલ્મ અભિનેતા કિરણ કુમાર અને અનેક ટીવી હસ્તીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન, સુધા ચંદ્રને સ્ટેજ પર ભજન પણ ગાયા હતા અને શાસ્ત્રીય નૃત્ય પણ રજૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી સુધા ચંદ્રા નાગિન, ક્યોંકી સાસ ભી કભી બહુ થી, કસ્તુરી જેવી ટીવી સીરીયલોમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતી છે. અહીં તેણે "કહીં કિસી રોજ" જેવી સિરિયલોમાં તેની ભૂમિકાઓથી દરેક ઘરમાં પોતાનું નામ બનાવ્યું છે. ઉપરાંત તે એક ઉત્તમ નૃત્યાંગના છે. તેણીએ માત્ર 3 વર્ષની ઉંમરે જ નૃત્ય શીખવાનું શરૂ કર્યું. અકસ્માતમાં પગ ગુમાવ્યા બાદ, સુધા ચંદ્રન કૃત્રિમ પગની મદદથી ભરતનાટ્યમ નૃત્યાંગના બની અને અભિનેત્રી તરીકેની કારકિર્દીમાં પાછી ફરી. તેણીએ પોતાની વાર્તા પર આધારિત ફિલ્મ 'મયુરી'માં પણ અભિનય કર્યો છે. ઉપરાંત, તેણીએ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને મરાઠી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp