નવી દિલ્હી: ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ મુકાયા પછી, છેલ્લા કેટલાક મહિનાઓમાં સંખ્યાબંધ શોર્ટ વિડીયો ફીચર એપ્સ લોંચ કરવામાં આવી રહી છે. ગૂગલે પોતાના વપરાશકર્તાઓ માટે શોર્ટ વિડિઓ સુવિધા યુટ્યુબ શોર્ટ્સ પણ શરૂ કરવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુગલનું આ યુટ્યુબ શોર્ટ ફીચર ટિકટોકનો વિકલ્પ બની શકે છે. આ ઉપરાંત અહીં નોંધનીય છે કે, થોડા સમય પહેલા ફેસબુકના ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ તેમના વપરાશકર્તાઓ માટે સમાન શોર્ટ વિડિઓ સુવિધા 'રીલ્સ' રોલ અપ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, યુટ્યુબ શોર્ટ્સનું બીટા વર્ઝન ભારતમાંથી શરૂ કરવામાં આવ્યું છે. આ સુવિધાની ઘોષણા કરતી વખતે ગૂગલે માહિતી આપી છે કે આ યુટ્યુબ શોર્ટ્સ ફિચરમાં એક નવો કેમેરા ફીચર અને કેટલાક એડિટિંગ ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. કે જે આગામી કેટલાક સપ્તાહમાં શરૂ કરવામાં આવશે.
કેટલી સેકંડ વિડિઓ બનાવી શકાશે ?
ગૂગલની યુટ્યૂબ શોર્ટસની જાહેરાત બાદ ગુગલના યુઝર્સ દ્વારા પ્રશ્નો ઉદભવી રહ્યા છે કે ગુગલના આ ફીચર દ્વારા કેટલી સેકંડનો વીડિયો બનાવી શકાશે ? આથી અત્રે ઉલ્લેખનીય છે કે, યુઝર્સ યુટ્યુબ શોર્ટ્સ દ્વારા માત્ર 15 સેકંડનો વીડિયો બનાવી શકશે.
જો કોઈ બીજા યુઝર્સ દ્વારા બનાવેલ વિડિઓ જોવા માટે, યુટ્યુબના હોમપેજ પર શોર્ટ્સ શેલ્ફ પર જવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુટ્યુબે પોતાની બ્લોગ પોસ્ટમાં આ નવા શોર્ટ્સ સુવિધા વિશેની માહિતી શેર કરતા કહ્યું છે કે, ભારતમાં એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ આ સુવિધાની મદદથી 15 સેકંડનો વિડિઓ બનાવી શકશે.
વિડિઓ બનાવવા માટે, વપરાશકર્તાએ ક્રિએટ બટન પર ક્લિક કરવું પડશે, જે નેવિગેશનની નીચેની પટ્ટીમાં મળશે. ત્યાર બાદ + બટનને ક્લિક કરીને, વિડિઓ બનાવી શકાશે. આ ઉપરાંત શોર્ટ્સ કેમેરાની એક્સેસ દ્વારા વપરાશકર્તા સમય, ગતિ નિયંત્રણ, ક્લિપથી એડ સંગીત જેવા અનેક નવા ફીચર આપે છે.
(Photo source: youtube)