ફેસબુકની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન Whatsapp એ તેની ટર્મ્સ અને પ્રાઇવેસી નીતિને અપડેટ કરી છે અને તેની નોટિફકેશન મંગળવાર સાંજથી ધીમે ધીમે ભારતમાં વપરાશકર્તાઓને આપવામાં આવી રહી છે. Whatsapp એ યુઝર્સને નવી નીતિ સ્વીકારવા માટે 8 ફેબ્રુઆરી 2021 સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધી નીતિ વપરાશકર્તાઓ દ્વારા એકસેપ્ટ કરવાની રહેશે નહીં તો એકાઉન્ટ ડિલીટ થઇ જશે.
તમારું એકાઉન્ટ ચાલુ રાખવા માટે, યુઝર્સે નવી પોલીસી સ્વીકારવી પડશે. યુઝર્સને આ માટે કોઈ વિકલ્પ મળશે નહીં. જો કે, 'નોટ નાઉ' નો વિકલ્પ પણ અહીં દેખાય છે. એટલે કે, જો તમે થોડા સમય માટે નવી પોલિસીને સ્વીકારશો નહીં, તો તમારું એકાઉન્ટ ચાલુ રહેશે.
નવી પોલિસીમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ઇન્ટીગ્રેશન વધુ છે અને હવે યુઝર્સનો ડેટા ફેસબુક પાસે વધુ હશે. અગાઉ Whatsapp ડેટા પણ ફેસબુક સાથે શેર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ફેસબુક સાથે Whatsapp અને ઇન્સ્ટાગ્રામનું ઇન્ટીગ્રેશન વધુ રહેશે.
Whatsappની અપડેટ પોલિસીમાં, તમે કંપનીને જે લાઇસન્સ આપી રહ્યા છો તેમાં કેટલીક વસ્તુઓ લખેલી છે. તે જણાવે છે કે અમારી સર્વિસીસ ઓપરેટ કરવા માટે તમે Whatsapp પર પર જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર , સેન્ડ કે રિસીવ કરો છો તેનો ઉપયોગ નોન એક્સક્લુઝીવ, રોયલ્ટી ફ્રી, સબ્લિસેન્સેબલ, ટ્રાન્સફરબલ લાઇસન્સ આપો છો.
આમાં એમ પણ લખ્યું છે કે આ લાઇસન્સમાં તમારા દ્વારા અપાયેલા અધિકાર અમારી સેવાઓ ચલાવવા અને પ્રદાન કરવાના મર્યાદિત હેતુ માટે છે.