સ્ટોરેજની સમસ્યાથી છૂટકારો અપાવશે ‘વ્હોટ્સએપ’નું આ નવું ફીચર, જાણો ખાસિયત

સ્ટોરેજની સમસ્યાથી છૂટકારો અપાવશે ‘વ્હોટ્સએપ’નું આ નવું ફીચર, જાણો ખાસિયત

11/03/2020 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

સ્ટોરેજની સમસ્યાથી છૂટકારો અપાવશે ‘વ્હોટ્સએપ’નું આ નવું ફીચર, જાણો ખાસિયત

નવી દિલ્હી : મેસેજિંગ એપ વ્હોટ્સએપે અપડેટેડ સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલ ફીચર લોન્ચ કર્યું છે. વ્હોટ્સએપના આ નવા ટૂલની મદદથી જંક ફાઈલ્સને ડિલીટ કરવી અને મેનેજ કરવી સરળ બની જશે. આ નવા ફીચરને વ્હોટ્સએપના આગળના અપડેટ્સમાં સામેલ કરવામાં આવશે. વ્હોટ્સએપના આ નવા ટૂલનો ઉપયોગ કરીને યૂઝર્સ સ્ટોરેજની સમસ્યાથી છુટકારો મેળવી શકશે.

વાસ્તવમાં વ્હોટ્સએપ આ ફીચર પર લાંબા સમયથી કામ કરી રહી હતી. કેટલાક બીટા યૂઝર્સ પાસે આ ફીચર પહેલેથી ઉપલબ્ધ છે. વ્હોટ્સએપના આ નવાં ટૂલની મદદથી યૂઝર્સ હવે વધુ જગ્યા રોકતી ફાઈલ્સને સહેલાઈથી ઓળખી શકશે. આ ઉપરાંત બધી ફાઈલોને તેની સાઈઝને આધારે પણ મેનેજ કરી શકાશે. ડિલીટ કરવા માટે પસંદ કરેલી ફાઈલોને ડિલીટ કરતાં પહેલાં પ્રિવ્યુનો ઓપ્શન પણ વ્હોટ્સએપમાં હવે આવી ગયો છે. હાલ આ નવું ફીચર ‘સ્ટોરેજ એન્ડ ડેટા’ ઓપ્શનમાં ઉપલબ્ધ છે. પરંતુ ભવિષ્યમાં તે ‘મેનેજ સ્ટોરેજ’ ઓપ્શનમાં આવી જશે.

આ ટૂલ ઉપરાંત એક નવો સ્ટોરેજ બાર પણ ઉપલબ્ધ બનશે જેના પર કેટલીક મુખ્ય બાબતો જેવી કે – વ્હોટ્સએપે કેટલી જગ્યા રોકી છે, બીજી એપ્સ અને આઈટમ્સે કેટલી સ્પેસ લીધી છે તેમજ હજી કેટલી સ્પેસ બાકી રહી છે વગેરે જેવી બાબતો દેખાશે. સ્ટોરેજ ફૂલ થવા પર વ્હોટ્સએપ એક ચેતવણી આપીને તેને ખાલી કરવાનું સુચન પણ કરશે. વ્હોટ્સએપ એવાં વિડીયો અને ફોટો પણ બતાવશે જેમને એકથી વધુ વખત ફોરવર્ડ કરવામાં આવ્યા હોય. તેને કારણે યૂઝર્સ તેને રીવ્યુ કરીને તેને ડિલીટ કરી શકશે. લાર્જ/મોટી ફાઈલ્સને બતાવતું એક અલગ સેક્શન પણ આ નવાં ફીચરમાં સામેલ હશે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top