રાજધાની એક્સપ્રેસની ટક્કરથી 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા ખડી પડ્યા
શુક્રવારે મોડી રાત્રે આસામના હોજાઈ જિલ્લામાં સાયરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસના 5 ડબ્બા ખડી પડ્યા (પાટા પરથી ઉતરી ગયા). રાજધાની એક્સપ્રેસનું એન્જિન પણ પાટા પરથી ઉતરી ગયું. રાત્રે રાજધાની એક્સપ્રેસે હાથીઓના ટોળાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 8 હાથીઓના મોત થયા હતા, જ્યારે એક હાથી ઇજાગ્રસ્ત થયો હતો. રેલ્વેના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી.
નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (NFR)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં પાંચ ડબ્બા અને ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું, જોકે કોઈ મુસાફરોને ઈજા થઈ નથી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે નવી દિલ્હી જતી ટ્રેન સવારે 2:17 વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી. નાગાંવ ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર સુહાશ કદમે જણાવ્યું હતું કે આ ઘટના હોજાઈ જિલ્લાના ચાંગજુરાઈ વિસ્તારમાં બની હતી. સુહાશ કદમ અને અન્ય વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત જમુનામુખ-કામપુર સેક્શનમાંથી પસાર થતી ટ્રેનોને અપ-લાઇન દ્વારા ડાયવર્ટ કરવામાં આવી રહી છે, અને રેલ ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે કાર્ય ચાલી રહ્યું છે. સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ મિઝોરમમાં સૈરંગ (આઈઝોલ નજીક) ને આનંદ વિહાર ટર્મિનલ (દિલ્હી) સાથે જોડે છે.
તાજેતરમાં, મુંબઈ-દિલ્હી 12953 ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસમાં સવાર એક ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE)નું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં છટા અને કોસી કલાન સ્ટેશનો વચ્ચેથી પસાર થઈ રહી હતી. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) ઇન્સ્પેક્ટર અવિનાશ શંકરે જણાવ્યું હતું કે, TTEના સાથીદારો દ્વારા ગાર્ડને આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતના વલસાડના રહેવાસી ધીરજ કુમાર (54 )ના હાથમાંથી પહેલા પોતાનો મોબાઇલ ફોન છૂટી ગયો અને પછી બીજી જ ક્ષણે એક બાજુ પડી ગયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp