એપસ્ટાઈન ફાઇલ્સનો ધડાકો, અમેરિકાના હાઈ-પ્રોફાઈલ લોકોની પ્રશ્નો ઊભા કરતી તસ્વીરો આવી સામે! જાણો
અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ ચર્ચિત અને વિવાદાસ્પદ બનેલા 'જેફરી એપસ્ટાઈન કેસ'ના દસ્તાવેજો જાહેર થતા જ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકી ન્યાય વિભાગે શુક્રવારે આ મામલા સાથે સંલગ્ન ત્રણ લાખથી વધુ દસ્તાવેજ જાહેર કર્યા છે. સેંકડો પાનાના આ કોર્ટ દસ્તાવેજોએ રાજકારણ, મનોરંજન અને બિઝનેસ જગતના દિગ્ગજોના ચહેરા પરથી નકાબ હટાવવાનું શરૂ કર્યું છે. આ ખુલાસામાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, માઈકલ જેક્સન સહિત અનેક મોટી હસ્તીઓની તસવીરો સામે આવી છે. જો કે અમુક તસવીરો રેડેક્ટ (કાળી કરી દેવાઈ) છે.
જેફરી એપસ્ટાઈન એક ધનવાન અમેરિકન ફાઇનાન્સર હતો, જેની પર સગીર વયની છોકરીઓના યૌન શોષણ અને માનવ તસ્કરી ના ગંભીર આરોપો હતા. વર્ષ 2019માં જેલમાં રહસ્યમય સંજોગોમાં તેના મૃત્યુ બાદ પણ આ કેસ શાંત પડ્યો નથી. આ કેસ અંગે લોકોના ભારે દબાણ બાદ ન્યૂયોર્કની કોર્ટે જે દસ્તાવેજો સાર્વજનિક કર્યા છે, તેમાં અંદાજે 150 થી વધુ લોકોના નામ છે. આ દસ્તાવેજોમાં પીડિત મહિલાઓના ચોંકાવનારા નિવેદનો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, કેવી રીતે શક્તિશાળી લોકોના વર્તુળમાં તેમનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કેસ દર્શાવે છે કે, કેવી રીતે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોએ પોતાની વગનો ઉપયોગ કરીને વર્ષો સુધી આ નેટવર્કને ચાલવા દીધું.
જાહેર થયેલા દસ્તાવેજોમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. દસ્તાવેજો મુજબ, ટ્રમ્પ અને એપસ્ટાઈન વચ્ચે લાંબા સમય સુધી સામાજિક સંબંધો રહ્યા હતા. જો કે, આ ફાઇલ્સમાં ટ્રમ્પ પર કોઈ સીધા યૌન શોષણના આરોપ લાગ્યા નથી, પરંતુ એપસ્ટાઈનની ખાનગી ક્લબ અને તેની સાથેની મુલાકાતોને કારણે તેમનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. ટ્રમ્પ ઉપરાંત આ યાદીમાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ અને અનેક જાણીતા કલાકારોના નામ સામેલ છે. એપસ્ટાઈનના પ્રાઈવેટ જેટ અને તેના ટાપુની મુલાકાત લેનારાઓમાં આ મોટા માથાઓનો સમાવેશ થતો હોવાનું બહાર આવ્યું છે.
એપસ્ટિન ફાઈલ જાતીય શોષણના કેસના પીડિતોએ આરોપ મૂક્યો હતો કે, અમેરિકાના ન્યાય વિભાગે અધૂરી માહિતીઓ શેર કરીને અમારી સાથે દગો કર્યો છે. હજારો પેજના ફોટા અને દસ્તાવેજો એડીટ કરીને જાહેર કરાયા છે. જેના લીધે ગુનેગારો વિશે કોઈ વધુ માહિતી સામે આવી રહી નથી.
અમેરિકાની બહુચર્ચિત 'એપસ્ટાઈન ફાઇલ્સ' માત્ર એક કૌભાંડ નથી, પરંતુ તે શક્તિશાળી લોકોની કાળી કરતૂતોનો કાચો ચિઠ્ઠો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જેવા વર્તમાન પ્રભાવશાળી નેતાઓથી માંડીને હોલીવુડના સ્ટાર્સ સુધીના નામો આમાં સામેલ હોવાથી અમેરિકામાં રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. હજુ પણ ઘણા દસ્તાવેજો બહાર આવવાના બાકી છે, જે કદાચ આવનારા સમયમાં વધુ મોટા વિસ્ફોટ કરી શકે છે. હાલ આ ખુલાસાઓની વર્તમાન રાજકારણ પર શું અસર થશે તેનના વિશે કશું પણ કહેવું એ ઉતાવળભર્યું હશે કારણ કે મોટી સંખ્યામાં દસ્તાવેજો બહાર પડ્યા છે. જેમની સમીક્ષા થઈ રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp