પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં મોટું કૌભાંડ

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં મોટું કૌભાંડ

12/20/2025 National

SidhiKhabar

SidhiKhabar

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં મોટું કૌભાંડ

કેન્દ્ર સરકારની સ્કિલ યોજના, ‘પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY)માં ઘણી ગેરરીતિઓ બહાર આવી છે. CAGના અહેવાલમાં જણાવાયું છે કે બેંક ખાતાઓમાં ખોટા નંબરો દાખલ કરવામાં આવ્યા હતા, તો કેટલીક જગ્યાએ લાભાર્થીઓ માટે એક જ ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, 34 લાખથી વધુ યુવાનોના ભંડોળ હજુ પણ બાકી છે અને ઘણા તાલીમ કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે.

ભારતના નિયંત્રક અને મહાલેખક એટલે કે  (CAG)એ ગુરુવાર, 18 ડિસેમ્બરના રોજ લોકસભામાં આ અહેવાલ રજૂ કર્યો હતો. આ ગેરરીતિઓ 2015 થી 2022 ની વચ્ચે યોજનાના ત્રણ તબક્કામાં મળી આવી હતી. યુવાનો તાલીમ મેળવી શકે, પ્રમાણપત્ર મેળવી શકે અને સરળતાથી નોકરીઓ શોધી શકે તે માટે આ યોજના જુલાઈ 2015માં શરૂ કરવામાં આવી હતી. જોકે, તપાસમાં બહાર આવેલી ગેરરીતિઓએ યોજના પર પ્રશ્નો ઉભા કર્યા છે.

2015 થી 2022 વચ્ચે, સરકારની પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) પર આશરે 14,450 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. ધ્યેય હતો 1.32 કરોડ યુવાનોને તાલીમ આપીને કામ કરવા લાયક બનાવવામાં આવે, પરંતુ માત્ર 1.1 કરોડ લોકોને જ પ્રમાણપત્રો મળ્યા.


નકલી ખાતા નંબરો

નકલી ખાતા નંબરો

CAGની તપાસમાં યોજનાના રેકોર્ડમાં નોંધપાત્ર વિસંગતતાઓ બહાર આવી. લાખો યુવાનોના બેંક ખાતાની માહિતી બિલકુલ દાખલ કરવામાં આવી ન હતી અથવા ખોટી રીતે દાખલ કરવામાં આવી હતી. કેટલાક ખાતાઓમાં 11111111111 અથવા 123456 જેવા નકલી નંબર લખેલા જોવા મળ્યા.

ઘણા કિસ્સાઓમાં એક જ બેંક ખાતું ઘણા લોકોના લોકોના નામે નોંધાયેલું હતું. આના પરિણામે 34 લાખથી વધુ યુવાનોને હજુ પણ તેમના પૈસા મળ્યા નથી. સરકારે દાવો કર્યો હતો કે આધાર-લિંક્ડ ખાતાઓમાં ચુકવણી કરવાની હતી, પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે માત્ર થોડી સંખ્યામાં લોકોને જ તેમના પૈસા યોગ્ય રીતે મળ્યા છે.


એક જ ફોટોનો ઉપયોગ ઘણા લોકો થયો

એક જ ફોટોનો ઉપયોગ ઘણા લોકો થયો

CAGએ એ પણ શોધી કાઢ્યું કે ઘણી જગ્યાએ તાલીમ કેન્દ્રો બંધ હતા, પરંતુ તાલીમ કાર્યક્રમો કાગળ પર ચાલુ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. અહેવાલમાં ખુલાસો થયો કે ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ઘણા લોકોના નામે એક જ ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનાથી એ શંકા વધુ મજબૂત થઈ કે રેકોર્ડ ખોટા છે.

અહેવાલ મુજબ, CAGએ ઓનલાઈન સર્વે દ્વારા લાભાર્થીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. જોકે, લગભગ 36 ટકા ઇમેઇલ ન મોકલાઈ શક્ય. જેમાં ઇમેઇલ્સ મોકલવામાં આવ્યા તેમાંથી પણ ખૂબ ઓછા લોકોએ જવાબ આપ્યો. કુલ ફક્ત 171 જવાબો પ્રાપ્ત થયા, અને આમાંથી મોટાભાગના જવાબો એક જ ઇમેઇલ એડ્રેસ પરથી અથવા તાલીમ કેન્દ્ર પરથી મોકલવામાં આવ્યા હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે વાસ્તવિક લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક ખૂબ ઓછો થઈ શક્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top