હવે ગૂગલ આપશે કોરોના હોટસ્પોટ્સ વિશે જાણકારી, નવું ફીચર લોન્ચ

હવે ગૂગલ આપશે કોરોના હોટસ્પોટ્સ વિશે જાણકારી, નવું ફીચર લોન્ચ

09/25/2020 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

હવે ગૂગલ આપશે કોરોના હોટસ્પોટ્સ વિશે જાણકારી, નવું ફીચર લોન્ચ

ગૂગલ પોતાના મેપમાં કલર કોડિંગ કરવા માટે જઈ રહ્યું છે. એટલે કે હવે તમને તમારા મોબાઈલમાંથી ગૂગલ મેપ્સ દ્વારા જ કોરોના હોટસ્પોટ વિશે ખબર પડી જશે. ગૂગલે પોતાના બ્લોગમાં આ નવા અપડેટ વિશે માહિતી આપી છે.

ગૂગલે બ્લોગમાં કહ્યું છે કે ગૂગલ મેપ્સમાં કોવિડ 19 વિકલ્પ પર ક્લિક કરવાથી મેપ્સ છેલ્લા સાત દિવસોના પ્રતિ લાખ લોકો પર કોરોના કેસની સરેરાશ કાઢીને કોરોના હોટસ્પોટ વિશે માહિતી મળશે. આ ઉપરાંત યુઝર એ પણ જાણી શકશે કે જે-તે વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે.

આ ઉપરાંત ગૂગલ તમને સર્ચ રિઝલ્ટમાં કોરોના ટેસ્ટિંગ સેન્ટર વિશે પણ માહિતી આપશે. જેથી હવે આસપાસના કયા વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ ચાલે છે તે વિશે સરળતાથી જાણી શકાશે.

ગૂગલ જોન્સ હોકિન્સ, ન્યુ યોર્ક ટાઈમ્સ અને વિકિપીડિયા જેવા વિવિધ સ્થાનેથી માહિતી એકઠી કરશે. આ માધ્યમો વિશ્વ આરોગ્ય સંગઠન અને સરકારી સ્વાસ્થ્ય મંત્રાલયો તેમજ રાજકીય અને સ્થાનિક એજન્સીઓ અને હોસ્પિટલો પાસેથી માહિતી મેળવશે.

ગૂગલ આવતા અઠવાડિયેથી આઈએસઓ અને એન્ડ્રોઇડ માટે આ ફીચર ઉમેરશે. એપ ને અપડેટ કરવાથી આ ફીચરનો લાભ યુઝર્સ લઇ શકશે. દુનિયાભરના 220 દેશોમાં આ અપડેટ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે ગૂગલે પોતાના ‘ગૂગલ મેપ્સ’ માટે નવું અપડેટ જારી કર્યું છે. જેમાં વિઝ્યુઅલને પહેલા કરતા વધુ સારા બનાવવામાં આવશે. જેથી ગૂગલ મેપ્સના અપડેટેડ વર્ઝનમાં પહેલા કરતા વધુ સારી રીતે કલર મળશે. ગૂગલે આ અપડેટને કલર મેપિંગ નામ આપ્યું છે. ગૂગલના જણાવ્યા અનુસાર તેમનો ઉદ્દેશ્ય યુઝર્સને નેચરલ અનુભવ કરાવવાનો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top