ઇસરોએ EOS-01 ઉપગ્રહ તરતો મૂક્યો, અન્ય 9 દેશોના ઉપગ્રહો સાથે PSLV રોકેટે ઉડાન ભરી
નવી દિલ્હી : એક વર્ષની શાંતિ બાદ શ્રીહરિકોટા ફરીથી કાર્યરત થઈ ગયું છે. આજે બપોરે ભારતે EOS-01 ઉપગ્રહ સાથે અન્ય 9 દેશોના ઉપગ્રહો ભ્રમણકક્ષામાં વહેતા મૂક્યા છે. ભારતીય અવકાશી સંશોધન સંસ્થા (ઇસરો)એ PSLV-C49 રોકેટ સાથે સતીષ ધવન સ્પેસ સેન્ટરના પહેલા લોન્ચિંગ પેડ પરથી કુલ 10 ઉપગ્રહો છોડ્યા છે. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-01) કુદરતી આફતો વખતે પગલાં લેવામાં મદદરૂપ થશે.
ઇસરોએ કહ્યું હતું કે, EOS-01 સેટેલાઈટ કૃષિવિદ્યા, વનસંવર્ધન અને આફત પ્રબંધન માટે તૈયાર કરવામાં આવી છે. આજે શનિવારે બપોરે 3:12 કલાકે PSLV-C49 રોકેટે પોતાની 51મી ફ્લાઈટમાં તમામ 10 ઉપગ્રહોને લઈને ઉડાન ભરી. લોન્ચિંગનો નક્કી કરેલો સમય 3:02 હતો, પરંતુ આકાશમાં વીજળી થતી હોવાને કારણે લોન્ચિંગ 10 મિનિટ મોડું થયું. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વીટ કરીને ઇસરોના મિશનની સફળતા અંગેની માહિતી આપી છે.
#UPDATE Mission Director has authorised the launch of #PSLVC49 at 1512 hrs IST: Indian Space Research Organisation (ISRO) https://t.co/YI8lAmuIaj — ANI (@ANI) November 7, 2020
#UPDATE Mission Director has authorised the launch of #PSLVC49 at 1512 hrs IST: Indian Space Research Organisation (ISRO) https://t.co/YI8lAmuIaj
સતીષ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી PSLV-C49 રોકેટ ઉપગ્રહોને લઈને ઉડ્યું હતું. લોન્ચિંગની 15 મિનિટમાં જ મુખ્ય ઉપગ્રહ EOS-01ને નીચી ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ એક પછી એક કરીને બાકીના 9 ઉપગ્રહોને વહેતા મુકાયા છે. કોરોનાકાળ લાગુ થયા બાદ ઇસરોનું આ પહેલું લોન્ચિંગ હતું જે સફળતાપૂર્વક પૂરું થઈ ચૂક્યું છે.
કોરોનાના સંકટ વચ્ચે ઇસરોના કાર્યક્રમો પાછા ઠેલાઈ ગયા હતા. આજે શનિવારે ઇસરોએ ફરી કાર્યરત થઈને એક સાથે 10 સેટેલાઇટ લોન્ચ કરી છે. શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનેથી લોન્ચ થયેલું આ 76મું મિશન ગણાશે. જ્યારે સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી આ 38મી ઉડાન છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને ઇસરોને અભિનંદન આપ્યાં છે. તેમણે લખ્યું છે: ‘ઇસરોને અને ભારતીય અવકાશી ઉદ્યોગને આ સફળ લોન્ચિંગ બદલ અભિનંદન પાઠવું છું. કોરોનાકાળમાં પણ આપણા વૈજ્ઞાનિકોએ ડેડલાઇનને પહોંચી વળવા માટે અનેક અવરોધો પર જીત મેળવી છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp