હોન્ડાની આ કારને ભારત NCAPએ આપી 5 સ્ટાર રેટિંગ, સૌથી સુરક્ષિત સેડાનમાં સામેલ
હોન્ડાની નવી ત્રીજી પેઢીની અમેઝે ભારત NCAP ક્રેશ ટેસ્ટમાં પુખ્ત વયના લોકોની મુસસાફરી માટે માટે માટે 5-સ્ટાર રેટિંગ અને બાળકોની સુરક્ષા માટે 4-સ્ટાર રેટિંગ પ્રાપ્ત કર્યું છે. આ અમેઝેનું અત્યાર સુધીનું સૌથી વધુ સેફ્ટી રેટિંગ છે, જે તેને ભારતમાં ઉત્પાદિત સૌથી સુરક્ષિત ફેમિલી સેડાનમાંથી એક બનાવે છે. ભારત NCAP ભારતની સત્તાવાર ક્રેશ-ટેસ્ટિંગ સિસ્ટમ છે, જે ગ્લોબલ NCAP અને યુરો NCAP જેવા નિયમોનું પાલન કરે છે. તેમાં કારની સખત તપાસ થાય છે. જેમ કે આગળ અને બાજુ પરથી ટક્કર, બાળકોની સીટ કેવી રીતે ફિટ થાય છે વગેરે વગેરે! 5-સ્ટાર રેટિંગનો અર્થ છે કે કાર વાસ્તવિક અકસ્માતની સ્થિતિમાં મુસાફરો માટે સારી સુરક્ષા પ્રદાન કરે છે.
હોન્ડા અમેઝે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું, તેમાં ફ્રન્ટલ ઓફસેટ ટેસ્ટમાં 16માંથી 14.33 અંક મળ્યા અને સઇદ ઇમ્પેક્ટ પરીક્ષણમાં 16માંથી 14.00 અંક મળ્યા. આ રીતે તેને પુખ્ત વયના લોકો માટે સુરક્ષા માટે 24માંથી 23.81નો શાનદાર સ્કોર મળ્યો છે. તેમાં 2 એરબેગ્સ, સીટબેલ્ટ પ્રી-ટેન્શનર્સ, સાઇડ હેડ કર્ટેન એરબેગ્સ, સાઇડ થોરાક્સ એરબેગ્સ, ESC, રીઅર પાર્કિંગ સેન્સર્સ અને ચાઇલ્ડ સીટ માટે ISOFIX માઉન્ટ્સ જેવા પ્રમાણભૂત સલામતી સુવિધાઓ શામેલ છે.
બાળકોની સુરક્ષાની દૃષ્ટિએ પણ અમેઝએ સારું પ્રદર્શન કર્યું છે. CRS ઈન્સ્ટોલેશનમાં તેને 12માંથી 12 અંક મળ્યા, ત્રણ વર્ષના બાળક માટે 8માંથી 7.81 અને 18 મહિનાના એટલે કે દોઢ વર્ષના બાળક માટે 8માંથી 8 અંક મળ્યા છે. ISOFIX લેગ સપોર્ટ પાછળની તરફની ચાઇલ્ડ સીટના સુરક્ષિત ફિટને સુનિશ્ચિત કરે છે, જે નાના બાળકોની સલામતી માટે મહત્ત્વપૂર્ણ છે. કારમાં ESC, સીટબેલ્ટ રિમાઇન્ડર, ABS+EBD, એરબેગ કટ-ઓફ સ્વીચ, રીઅર ડિફોગર અને ચાઇલ્ડ સેફ્ટી લોક્સ પણ છે. તેની મજબૂત બોડી, બહુવિધ એરબેગ્સ અને ઉત્તમ ક્રેશ-ટેસ્ટ સ્કોર્સ હોન્ડા અમેઝને બજારમાં સૌથી સુરક્ષિત કોમ્પેક્ટ સેડાનમાંથી એક બનાવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp