ટેકનોલોજી ડેસ્ક: મેસેજિંગ એપ્લીકેશન વોટ્સએપનો ઉપયોગ કરનારામાંથી ઘણાં વ્યક્તિગત ચેટને લોક કરવા માંગતા હશે. પરંતુ એપ્લીકેશન દ્વારા આ સુવિધા આપવામાં આવી નથી. પરંતુ એક થર્ડ પાર્ટી એપ્લીકેશનના ઉપયોગ દ્વારા આ કામ કરી શકાય છે.
પ્લે સ્ટોર ઉપર Whatsapp chat locker નામની એક એપ્લીકેશન ઉપલબ્ધ છે, જેની મદદથી તમે વોટ્સએપમાં ચેટ લોક કરી શકો છો. જો તમારા મોબાઈલનું વર્ઝન Android 4.0 કે તેની ઉપરનું હશે તો સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો. આ એપ માત્ર 1.34 MB સાઈઝ ધરાવે છે.
સ્ટેપ 1 : ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી વોટ્સએપ ચેટ લોકર એપ ડાઉનલોડ કરો.
સ્ટેપ 2 : એપને ઇન્સ્ટોલ કરીને ઓપન કર્યા બાદ એક પેજ ખુલશે.
સ્ટેપ 3 : પેજ ઓપન થયા બાદ પાસવર્ડ સેટ કરવા માટે ઓપ્શન આવશે, જ્યાં પાસવર્ડ સેટ કરો.
સ્ટેપ 4 : બીજું પેજ ઓપન થશે, જ્યાં નીચે ‘+’ નું ચિહ્ન દેખાશે. જેની ઉપર ક્લિક કરો.
સ્ટેપ 5 : નવા પેજ ઉપર ‘Lock Whatsapp chats’ ઉપર ક્લિક કરો.
સ્ટેપ 6 : પાસવર્ડ પ્રોટેક્શનનો એક મેસેજ મળશે, જેમાં OK ઉપર ક્લિક કરો. ત્યારબાદ ફોન સેટિંગમાં જઈને Accessibility ઓપ્શનમાં જઈને એપને ઇનેબલ કરો.
સ્ટેપ 7 : ફરીથી એપ ખોલો અને ‘+’ આઇકન ઉપર ક્લિક કરીને Lock Whatsapp chats પર ક્લિક કરો. ત્યારબાદ નવો મેસેજ આવશે, જેની ઉપર OK કરતાની સાથે જ વોટ્સએપ ખુલશે.
સ્ટેપ 8: હવે વોટ્સએપના કે કોન્ટેક્ટની ચેટને લોક કરવા માંગતા હોવ તેની ઉપર ટેપ કરો. Conversation lock નો મેસેજ આવશે. જેથી ચેટ લોક થઇ જશે.
અનલોક કઈ રીતે થશે ?
સ્ટેપ 1 : ચેટ અનલોક કરવા માટે ફરીથી એપમાં જઈને પાસવર્ડ નાંખો. જેની ચેટ લોક કરી છે તેનું નામ દેખાશે. તેની ઉપર ટેપ કરતાની સાથે જ અનલોકનો મેસેજ આવશે. જ્યાં OK ઉપર ક્લિક કરતાની સાથે જ ચેટ અનલોક થઇ જશે.