ઘીનો તમે આ રીતે ઉપયોગ ક્યારેય નહીં કર્યો હોય? મળે છે ઘણી સમસ્યામાંથી છુટકારો ખાસ શિયાળામાં, આજે

ઘીનો તમે આ રીતે ઉપયોગ ક્યારેય નહીં કર્યો હોય? મળે છે ઘણી સમસ્યામાંથી છુટકારો ખાસ શિયાળામાં, આજે જ જાણો

12/03/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ઘીનો તમે આ રીતે ઉપયોગ ક્યારેય નહીં કર્યો હોય? મળે છે ઘણી સમસ્યામાંથી છુટકારો ખાસ શિયાળામાં, આજે

ભારતીય રસોડામાં ધીનું મહત્વ ખૂબ વધારે છે. ઘી ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય પણ સુધારે છે. ઘીનો ઉપયોગ રોજીંદા જીવનમાં રોટલીમાં, દાળ-ભાતમાં કે વઘારમાં કરવામાં આવે છે. ઘીને પોષક તત્વોનો ખજાનો મનાય છે જે શરીરને ખૂબ લાભ કરે છે. ત્યારે શિયાળામાં ઘીનું સેવન ખાસ રીતે કરવામાં આવે તો પાચનતંત્ર મજબૂત રહે છે અને હાડકા પણ સ્વસ્થ રહે છે.

નિષ્ણાંતો મુજબ, શિયાળામાં ઘીના સારા ફાયદા મેળવવા રોજ સવારે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી ઘી મિક્સ કરીને પી જવું. જેનાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. આયુર્વેદ અનુસાર આ નુસખો ઔષધી સમાન છે.


એસીડીટી અને કબજિયાત માટે

એસીડીટી અને કબજિયાતની સમસ્યા ધરાવતા લોકો માટે આ નુસખો અચૂક છે. આ લોકો સવારે હુંફાળા પાણીમાં ઘી મિક્સ કરીને પીશે તો એસિડિટી પણ મટશે અને કબજિયાતથી પણ છુટકારો મળી જશે.

પાચનતંત્ર મજબૂત થશે

રોજ સવારે હુંફાળા પાણીમાં ઘી ઉમેરીને પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે. પાણીમાં ઘી ઉમેરીને પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને આંતરડાની સફાઈ થવા લાગે છે. જેના કારણે જમ્યા પછી ભોજન પણ આસાનીથી પચવા લાગે છે.


વજન ઘટાડવામાં મદદરૂપ  

પાણીમાં ઘી ઉમેરીને પીવામાં આવે તો તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. એક ચમચી ઘી વાળું પાણી પીવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. તેનાથી ગટ હેલ્થ સુધરે છે અને વેઇટ લોસ જર્નીમાં મદદ મળી રહે છે.

ક્લિયર સ્કીન

રોજ ખાલી પેટ ઘી વાળું પાણી પીવાથી શરીરની અંદરની ગંદકી સાફ થાય છે. શરીરના બધા જ ટોક્સીન નીકળી જાય છે અને તેના કારણે સ્કિનના ડાઘ-ધબ્બા ઓછા થવા લાગે છે અને ત્વચા પર ગ્લો વધે છે.


સાંધાના દુખાવામાં મદદરૂપ

વધતી ઉંમરની સાથે કે પછી ઠંડીના કારણે જો સાંધામાં દુખાવાની સમસ્યા વધી ગઈ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે પણ હૂંફાળા પાણીમાં ઘી મિક્સ કરીને પીવાથી સાંધા મજબૂત થાય છે.

(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top