લગભગ 200 વર્ષ બાદ આ 19 વર્ષીય યુવકે મેળવ્યું 'વેદમૂર્તિ'નું બિરુદ, પ્રધાનમંત્રીએ પણ કરી પ્રશંસા

લગભગ 200 વર્ષ બાદ આ 19 વર્ષીય યુવકે મેળવ્યું 'વેદમૂર્તિ'નું બિરુદ, પ્રધાનમંત્રીએ પણ કરી પ્રશંસા! જાણો

12/03/2025 National

SidhiKhabar

SidhiKhabar

લગભગ 200 વર્ષ બાદ આ 19 વર્ષીય યુવકે મેળવ્યું 'વેદમૂર્તિ'નું બિરુદ, પ્રધાનમંત્રીએ પણ કરી પ્રશંસા

મહારાષ્ટ્રના એક નાનાકડા ગામમાં જન્મેલા 19 વર્ષીય દેવવ્રત મહેશ રેખેએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. લગભગ 200 વર્ષ પછી, તેમણે આટલી નાની ઉંમરે 'વેદમૂર્તિ'નું બિરુદ મેળવ્યું છે. આ પહેલા નાસિકનાં નારાયણ શાસ્ત્રી દેવે લગભગ 200 વર્ષ પહેલાં આ બિરુદ મેળવ્યું હતું. ત્યારે આ અનોખી સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરી છે અને લખ્યું છે કે, 19 વર્ષીય દેવવ્રત મહેશ રેખેજીની સિદ્ધિઓ વિશે જાણીને ખૂબ જ ખુશ છું. તેમની સફળતા ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપશે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


"દંડકર્મ પારાયણમ્" ને 50 દિવસમાં પૂર્ણ કર્યા

આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા અમુલ્ય જ્ઞાનના ખજાનાથી સંપન્ન છે. પરંતુ આજના આ આધુનિક યુગના આધુનિક શિક્ષણ પાછળની રેસમાં લોકો તેનું મહત્વ વિસરી રહ્યા છે. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં શ્રદ્ધા રાખનારા દરેકને એ જાણીને ખૂબ આનંદ થશે કે, શ્રી દેવવ્રતએ શુક્લ યજુર્વેદની માધ્યંદિની શાખાનાં 2,000 મંત્રો વાળા "દંડકર્મ પારાયણમ્" ને 50 દિવસ સુધી કોઈ પણ અવરોધ વિના પૂર્ણ કર્યા છે. તેમાં અસંખ્ય વૈદિક સ્તોત્રો અને પવિત્ર શબ્દોનો સમાવેશ થાય છે, જેનો તેમણે સંપૂર્ણ શુદ્ધતા સાથે પાઠ કર્યો. તેમની આ સિદ્ધિ આપણી ગુરુ પરંપરાની શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે.


પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો ગર્વ

પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો ગર્વ

વડાપ્રધાન મોદીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, 'કાશીનાં સંસદ સભ્ય તરીકે, મને ગર્વ છે કે તેમની નોંધપાત્ર આધ્યાત્મિક સાધના આ પવિત્ર ભૂમિ પર પૂર્ણ થઈ. હું તેમના પરિવાર, સંતો, ઋષિઓ, વિદ્વાનો અને દેશભરની બધી સંસ્થાઓને સલામ કરું છું, જેમણે આ તપસ્યામાં તેમને ટેકો આપ્યો. અહીં યુપીનાં સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ વારાણસીમાં 'કાશી-તમિલ સંગમમ 4.0' ખાતે મહારાષ્ટ્રના 19 વર્ષીય વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેને મળ્યા હતા અને તેને સન્માનિત કર્યો હતો.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top