'સંચાર સાથી' એપ મુદ્દે વિપક્ષના જાસૂસીના આરોપ બાદ સરકારની પીછેહઠ, કર્યો આ નિર્ણય! જાણો

'સંચાર સાથી' એપ મુદ્દે વિપક્ષના જાસૂસીના આરોપ બાદ સરકારની પીછેહઠ, કર્યો આ નિર્ણય! જાણો

12/03/2025 National

SidhiKhabar

SidhiKhabar

'સંચાર સાથી' એપ મુદ્દે વિપક્ષના જાસૂસીના આરોપ બાદ સરકારની પીછેહઠ, કર્યો આ નિર્ણય! જાણો

લોકોના ફોનમાં 'સંચાર સાથી' એપ્લિકેશનને પ્રી-ઇન્સ્ટોલ કરવાના મુદ્દાએ વિવાદ શરૂ થયા બાદ હવે સરકારે પોતાનો નિર્ણય પર પીછેહઠ કરી છે. હવે મોબાઇલ ઉત્પાદક કંપનીઓ માટે આ એપને ફોનમાં પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત રહેશે નહીં. આ પહેલાં, કંપનીઓને આ એપને પૂર્વ-સ્થાપિત કરવાની અને તેને ડિલીટ ન કરી શકાય તેવી સૂચના આપવામાં આવી હતી. પરંતુ વિપક્ષે તેણે લોકોની જાસુસી ગણાવી વિરોધ શરુ કર્યો હતો.


સરકારના નિર્ણય પાછળનું કારણ

સરકારના નિર્ણય પાછળનું કારણ

સંચાર મંત્રાલયે જણાવ્યું હતું કે, આ એપને ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ કરવાનો મૂળ હેતુ બધા નાગરિકોને સાયબર સુરક્ષા પ્રદાન કરવાનો અને તેમને સાયબર ક્રાઈમથી બચાવવામાં મદદ કરવાનો હતો. ત્યારે હવે  મંત્રાલયે 'સંચાર સાથી'ની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને મોબાઇલ ઉત્પાદકો માટે પ્રી-ઇન્સ્ટોલેશનની જરૂરિયાત દૂર કરવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ એપ્લિકેશન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનો એકમાત્ર ઉદ્દેશ્ય વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવાનો છે. વપરાશકર્તાઓ કોઈપણ સમયે આ એપ્લિકેશનને કાઢી શકે છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ૧.૪ કરોડ  વપરાશકર્તાઓએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, જેનાથી દરરોજ લગભગ 2,000 છેતરપિંડીની ઘટનાઓની જાણ કરવામાં મદદ મળી રહી છે.


સરકારની સ્પષ્ટતા

સરકારની સ્પષ્ટતા

જાહેરાત બાદ વપરાશકર્તાઓની સંખ્યામાં ઝડપી વૃદ્ધિ થઈ રહી છે. છેલ્લા એક દિવસમાં જ છ લાખ નાગરિકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નોંધણી કરાવી છે, જે તેના ઉપયોગમાં 10 ગણો વધારો દર્શાવે છે અને નાગરિકોનો વિશ્વાસ સાબિત કરે છે. આ પહેલાં, કેન્દ્રીય દૂરસંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મુદ્દે ઊભી થયેલી જાસૂસી અંગેની અટકળોને ફગાવી દીધી હતી.

લોકસભામાં કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાના પ્રશ્નના જવાબમાં સિંધિયાએ કહ્યું હતું કે, "આપણી પાસે એક અબજ મોબાઇલ વપરાશકર્તાઓ છે, પરંતુ કેટલાક એવા છે જે તેનો દુરુપયોગ કરે છે. નાગરિકોને સુરક્ષિત રાખવાનું કામ સરકારનું છે." તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ એપ્લિકેશન મોબાઇલ ફોનમાંથી કાઢી શકાય છે, અને સૌથી મહત્ત્વનું, જ્યાં સુધી વપરાશકર્તા એપ્લિકેશન પર નોંધણી નહીં કરે, ત્યાં સુધી તે આપમેળે કાર્ય કરશે નહીં. સરકારે આ એપ્લિકેશન દ્વારા નાગરિકોને સુરક્ષાની પસંદગી આપવાનો નિર્ણય લીધો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top