કાશ્મીરી ગર્લ જન્નત શીખવશે સ્વછતા અભિયાન :

કાશ્મીરની આ નાનકડી બાળા જન્નત શીખવશે સ્વછતા અભિયાન :

06/26/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

કાશ્મીરી ગર્લ જન્નત શીખવશે સ્વછતા અભિયાન :

શ્રીનગર : ૭ વર્ષીય જન્નત છેલ્લા બે વર્ષોથી દલ સરોવરને ખરા અર્થમાં ‘જન્નત’ બનાવવા માંથી રહી છે. તેના આ કામને ઘણી નામના મળી છે. જન્નતે કરેલ કાર્ય ખરેખર પ્રસંશાપાત્ર છે. તેના આ કાર્યને હવે હૈદરાબાદની સ્કૂલોમાં ભણવામાં આવશે. જન્નતના આ અદભુત કાર્ય અને તેની મહેનતને જોતા હૈદરાબાદની સ્કૂલોમાં તેની વાર્તા કહેવામાં આવશે.

જન્નત છેલ્લા બે વર્ષથી તેના પિતા સાથે મળીને ડલ ઝીલ સાફ કરી હતી. તેના પ્રયત્નો અને મહેનત ભર્યા કામની પ્રશંસા ચારેબાજુ થઇ રહી છે. મળતી માહિતી મુજબ જન્નતની વાર્તાને એક પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવી છે.  હૈદરાબાદમાં સ્થિત એક શાળાના અભ્યાસક્રમમાં જન્નતની વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ધારવા પ્રમાણે બીજા ધોરણમાં ભણતા છોકરાઓ રમતિયાળ અને ખેલ-કૂદમાં વધારે ધ્યાન આપતા હોય છે.  પરંતુ અહીં જન્નતની વાત જૂદી પડે છે બીજા ધોરણમાં ભણતી જન્નત આમ તો ખૂબ નાની છે પણ તેના વિચારો ખૂબ ઉંચા છે. જન્નત તેના નામ પ્રમાણે કાશ્મીરને પણ જન્નત બનાવી જીવંત રાખવા માંગે છે. પોતાના ભણવાના સમયમાંથી જન્નત થોડોક સમય ઝીલની સફાઈ કરવામાં માટે પણ કાઢી લેતી હોય છે. જન્નત તેના પિતા સાથે મળીને રોજ ડલ ઝીલને સફાઈ કરવા જાય છે. જન્નત કહે છે કે આ કાર્યની પ્રેરણા તેને તેના પિતા પાસેથી મળી છે. તે કહે છે આપણે બધાએ મળીને ડલ ઝીલને સાફ રાખવું જોઈએ. જન્નત ભણી ગણીને વૈજ્ઞાનિક બનવા માંગે છે.


વિવેક અગ્નિહોત્રીએ પણ ટ્વિટ કર્યું :


જાણીતા ફિલ્મ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ પણ જન્નત સાથે ફોટો પડાવેલો. એટલું જ નહિ પણ આ ફોટો એમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરતા લખેલું કે “હું અત્યારે જન્નત સાથે છું. જન્નત ખરા અર્થમાં સ્વચ્છ ભારતની બ્રાન્ડ એમ્બેસેડર છે.” જન્નતના પિતા તારિક અહમદ ઘણા વર્ષોથી ઝીલની સાફ સફાઈ કરે છે અને જન્નત પણ તેના પિતાથી પ્રેરિત થઇને ઝીલના સફાઈ કામમાં લાગી ગઈ છે. તારિક અહમદના પ્રમાણે તેની છોકરીને મળેલા સન્માનથી તેને વધુ હિંમત મળે છે. જન્નતના આ કાર્યને સ્કૂલના અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યું એનાથી તેના પિતા ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે. તે તેની પુત્રીને પર્યાવરણવાદી બનાવવા માંગે છે.

તારિક અહમદે કહ્યું કે "જયારે હૈદરાબાદથી તેના એક મિત્રનો ફોન આવ્યો અને કહ્યું કે જન્નતનું નામે પુસ્તકમાં છપાયું છે અને તે બીજા બધા બાળકોની પ્રેરણાસ્રોત બની છે ત્યારે મને ગર્વ અનુભવાયો હતો.  તેને મારું જ નહિ પરંતુ આખા કાશ્મીરનું નામ રોશન કર્યું છે.

જન્નતના કામને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી હતી. ૨૦૧૮માં મોદીએ ટ્વીટ કરીને જન્નતને શાબાશી આપી હતી. અને મન કી બાતમાં સ્વછતા અભિયાનને માટે તેનું જ ઉદાહરણ બધાની સમક્ષ રજુ કર્યું હતું. જન્નત અને તેના પિતાનું સપનું છે કે ડલ ઝીલ જે બધા કાશ્મીરીઓનું ઘર પણ છે તે હંમેશા સાફ રહેવું જોઈએ જેથી દેશ-વિદેશથી આવતા પ્રર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે. જન્નતના આ અદભુત કાર્યને લોકો તરફથી સારો એવો પ્રતિકાર અને પ્રોત્સહન મળી રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top