શિયાળામાં આ વસ્તુનું સેવન ઘણી સમસ્યાઓમાં આપે છે રાહત, મનાય છે શિયાળાનું સુપર ફૂડ! બસ આ રીતે કરો

શિયાળામાં આ વસ્તુનું સેવન ઘણી સમસ્યાઓમાં આપે છે રાહત, મનાય છે શિયાળાનું સુપર ફૂડ! બસ આ રીતે કરો ઉપયોગ? જાણો

11/27/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શિયાળામાં આ વસ્તુનું સેવન ઘણી સમસ્યાઓમાં આપે છે રાહત, મનાય છે શિયાળાનું સુપર ફૂડ! બસ આ રીતે કરો

શિયાળામાં ઠંડીને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાથી સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બને છે. શિયાળામાં ખાસ કરીને સાંધાના દુખાવા વધી જાય છે. આ સાથે નાની મોટી પરેશાનીઓ જેવી કે શરદી-ખાંસી વગેરેથી પણ લોકો ત્રાસી જાય છે. તેથી ઠંડીની ઋતુમાં શરીરને ગરમ રાખવા માટે અને શરીરને શક્તિ આપવા માટે કેટલી ખાસ વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. જેમાંથી એક વસ્તુ છે કાળા તલ. કાળા તલ શિયાળાનું સુપર ફુડ માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, શિયાળામાં કાળા તલ ખાવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે. શિયાળામાં શરીરની કફ સાથે સંકળાયેલી સમસ્યાઓ વધી જતી હોય છે. તેના માટે કાળા તલનું સેવન કરવું લાભકારી સાબિત થઈ શકે છે.


યુરીન લીક થવું

યુરીન લીક થવું

શિયાળામાં બાળકોમાં પથારીમાં પેશાબ થઈ જવાની સમસ્યા વધી જતી હોય છે. ઘણી વખત વડીલોને પણ યુરિન લીક થવાની પરેશાની રહે છે. ઉપરાંત ઉધરસ ખાતી વખતે કે છીંક આવે ત્યારે પણ યુરીન લીક થઈ જતું હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે 200 ગ્રામ કાળા તલ, 100 ગ્રામ અજમા અને 100 ગ્રામ ખસખસ ને લોઢાની કઢાઈમાં શેકી લેવા. ત્યાર પછી તેમાં 200 ગ્રામ સાકર મિક્સ કરી પાવડર બનાવી લેવો. આ પાવડરને દિવસમાં બેથી ત્રણ વખત થોડા દિવસ લેવાથી યુરીન લીકની સમસ્યાથી રાહત મળે છે.


સાંધાના દુખાવા

સાંધાના દુખાવા

શિયાળામાં વાતાવરણ ઠંડું થવાથી લોકોમાં ઘૂંટણ, કમર અને સાંધામાં દુ:ખાવા વધી જાય છે. ત્યારે કાળા તલ શરીરને ગરમી અને શક્તિ બંને આપે છે. જેથી દુ:ખાવાથી રાહત મળી શકે. તો તેના માટે 220 ગ્રામ કાળા તલ, 100 ગ્રામ સૂંઠ પાવડર, 100 ગ્રામ મેથી દાણા અને 100 ગ્રામ ગોળ લેવો. અને આ બધી જ વસ્તુને મિક્સ કરી લાડુ બનાવી લેવા. શિયાળામાં આવા લાડુ રોજ એક લેવાથી સાંધાના દુ:ખાવાની સમસ્યામાં રાહત મળે છે.


વાળની સમસ્યાઓ માટે

વાળની સમસ્યાઓ માટે

કાળા તલમાં કેલ્શિયમ, આયરન અને હેલ્ધી ફેટ ભરપૂર માત્રામાં હોય છે જે વાળના મૂળને પોષણ પૂરું પાડે  છે અને ખરતા વાળની સમસ્યા અટકાવે છે. તેના માટે 200 ગ્રામ કાળા તલ 200 ગ્રામ આમળાનો પાવડર અને 200 ગ્રામ સૂકું નાળિયેર લેવું. ત્રણેય વસ્તુને મિક્સ કરી બારીક પાવડર તૈયાર કરી લો. નિયમિત આ મિશ્રણની એક ચમચી હૂંફાળા પાણી સાથે દિવસમાં બે થી ત્રણ વખત લેવામાં આવે તો સફેદ વાળની સમસ્યા ઓછી થાય છે અને વાળ મજબૂત બને છે.

(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top