ગરીબો માટે બનાવેલા જીન્સને મળી દુનિયાભરમાં લોકપ્રિયતા

ગરીબો માટે બનાવેલા જીન્સને મળી દુનિયાભરમાં લોકપ્રિયતા

06/15/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ગરીબો માટે બનાવેલા જીન્સને મળી દુનિયાભરમાં લોકપ્રિયતા

        ગરીબો માટે બનાવાયેલું જીન્સ અત્યારે મોટે ભાગના અમીર-ગરીબ બધા લોકો પહેરે છે. આમ જોવા જઈએ તો જીન્સ હમણાં સૌથી વધુ ટ્રેન્ડી અને ફેશનેબલ ગણાય છે. અને જેમ જેમ ફેશનની દુનિયા આગળ વધતી જાય છે, તેમ તેમ જીન્સની ડિમાન્ડ પણ વધતી જાય છે. આપણે વાત કરીએ તો ટોપ ટેન કંપનીમાં સૌથી ઉપર Levi's, Lee, Wrangler, Spykar, Flying Machine, Denizen અને Diesel આવે છે. Levi's કંપનીની વાત કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે કે આજની તારીખે સ્ટાઈલ સ્ટેટમેન્ટ ગણાતું જીન્સ મૂળે તો મજૂર વર્ગ માટે બનાવાયેલો પહેરવેશ હતો. મજૂરોને કામ કરતી વખતે ફાટે નહિ એવા મજબૂત કપડાંની જરૂર પડતી. Levi's Strauss & Co. ૧૮૫૩માં જીન્સને માર્કેટમાં વર્કિંગ પેન્ટ્સના મજબૂત ઓપ્શન તરીકે જીન્સને બજારમાં લઇને આવી. Levi's Strauss & Co.ની સ્થાપના જર્મન-અમેરિકન બિઝનેસમેન લેવિસ સ્ટ્રોસે કરી હતી.

        લેવિસ એવી બ્રાન્ડ છે જેને કોઈ ઓળખણની જરૂર નથી. આ બ્રાન્ડ્સ આમ તો વેરાયટી ઓફ ક્લોથ્સ બનાવવા માટે જાણીતી છે. પણ સૌથી વધારે પોપ્યુલર લેવિસના જીન્સ છે, જેને લોકો તેના કમ્ફર્ટેબલ ડેનીમ અને ફિટિંગ માટે પસંદ કરે છે. લેવિસએ પ્રથમ બ્રાન્ડ હતી જેણે જીન્સના ફ્રન્ટમાં ઝીપ એટલે ચેઇન ડિઝાઇન તૈયારી કરી હતી. અને આવું થયું ત્યારે લોકો તેના વિરોધમાં ઉતરી ગયા હતા.


૧૯૩૪માં મહિલાઓ માટે આવ્યું જીન્સ

૧૯૩૪માં મહિલાઓ માટે આવ્યું જીન્સ

મહિલાઓ માટે સૌ પ્રથમ ૧૯૩૪માં લેવિસ બ્લૂ જીન્સ લઈને આવી અને તેને લોન્ચ કર્યા બાદ તેનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો. લેવિસના જીન્સને તેનો ચર્ચિત બ્લૂ કલર આપવા માટે ૩ થી ૧૨ ગ્રામ ગળીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જીન્સમાં પહેલા ચેઈન ન હતી એના બદલે બટન્સ હતા.  મહિલા માટે જીન્સ અપીલિંગ બનાવવા માટે તેમાં ઝીપર ફ્લાઈ ડિઝાઈન જોડવામાં આવી. પરંતુ પુરુષોને તે ખાસ પસંદ ન આવ્યું અને તેનો વિરોધ કર્યો. વિરોધ છતાં લેવિસસે આ પ્રકારના જીન્સનું પ્રોડક્શન ચાલું રાખ્યું અને ધીમે ધીમે તે ડિઝાઈન પેન્ટ્સમાં પણ આવી ગઈ.  લિવાયસ જીન્સની ખાસ ઓળખ તેનો રેડ ટેબ અને બ્રાન્ડ લોગો પેચ છે. જે બધી બ્રાન્ડ કરતા જુદો દર્શાવે છે.

જીન્સ નામ કઈ રીતે મળ્યું?

        જીન્સ પહેલા તેને 'ઓવરઑલ' કહેતા હતા. ૧૯૫૫મ જ્યારે જાણીતા એક્ટર જેમ્સ ડીને પોતાની ફિલ્મ ' રીબેલ વિધાઉટ અ કૉઝ'માં ઓવરઑલ પહેરી પોતાનો કૂલ લૂક રજૂ કર્યો હતો. ત્યારે તે સમયના યુથે ઓવરઑલની ભારે ડિમાન્ડ કરી હતી. પરંતુ યંગસ્ટર્સને ઓવરઑલ નામ ખાસ પસંદ ન આવતા તેને જીન્સ કહેવાનું ચાલું કરી દીધું અને ઓવરઑલના બદલે જીન્સ નામ ટ્રેન્ડમાં આવી ગયું અને ત્યાર થી આ નામ ખૂબ જ પોપ્યુલર બની ગયું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top