કોંગોના લુઆલાબા પ્રાંતમાં બની અમદાવાદ જેવી વિમાની દુર્ઘટના, આખું વિમાન બળીને ખાક, જુઓ ભયાનક દ્રશ્યો
અમદાવાદમાં થયેલા પ્લેનક્રેશ બાદ તો જાણે વિમાની દુર્ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી. ત્યારે હવે તેવી જ એક વિમાની દુર્ઘટના કોંગોથી સામે આવી છે. કોંગોના લુઆલાબા પ્રાંતના કોલ્વેઝી એરપોર્ટ પર ઉતરતી વખતે એક મુસાફરથી ભરેલું વિમાન આગની લપેટમાં આવતાં લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. આ વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિમાન રનવે પર આવતાંની સાથે જ તેના પાછળના ભાગમાં આગ ભભૂકી ઉઠતી દેખાય છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
આ વિમાને સોમવારે કિન્શાસાથી કોલ્વેઝી તરફ જતું કોલ્વેઝીના રનવે 29 પર ઉતરતી વખતે નિયંત્રણ ગુમાવ્યું હતું. અને તે રનવે પરથી આગળ નીકળી ગયું. અથડામણના ઝટકાથી તેનું મુખ્ય લેન્ડિંગ ગિયર તૂટી જતા વિમાનની પૂંછડી પાસે આગ લાગી ગઈ હતી. વાયરલ વીડિયોમાં વિમાનમાંથી કાળો ધુમાડો અને આગની જ્વાળાઓ દેખાય છે, જ્યારે એરપોર્ટના કર્મચારીઓ પાણીની નળીઓ વડે આગ બુજાવવાના પ્રયત્નોમાં કરતાં નજરે પડે છે. વિમાનમાં આગ લાગવાથી મુસાફરોને ઝડપથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. જેમાં કેટલાક લોકો બારીએથી કૂદતા જોવા મળે છે. વિમાનમાં સવાર તમામને બહાર ખેંચીને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે.
મંત્રીના સંદેશાવ્યવહાર સલાહકાર આઇઝેક ન્યમ્બોએ પુષ્ટિ કરી છે કે, અકસ્માત ગંભીર હોવા છતાં કોઈ પણ મુસાફર કે ક્રૂ સભ્યનું મોત થયું નથી. તમામને સમયસર બહાર કાઢી લેવાયા હતા. જોકે, વિમાન સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગયું છે. કહેવામાં આવ્યું છે કે, ઘટના સમયે કોંગોના ખાણ મંત્રી અને પ્રતિનિધિમંડળ કાલોન્ડો ખાણ તરફ જઈ રહ્યા હતા, જ્યાં થોડા દિવસ પહેલા જ ભારે વરસાદને કારણે પુલ તૂટી પડવાથી અનેક કામદારોનાં મોત થયા હતા. હાલ તપાસકર્તાઓ ઘટનાના મૂળ કારણની તપાસ કરી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp