પ્રશાંત કિશોરે રાજનીતિ છોડવા અંગે કરી દીધી સ્પષ્ટતા! કહ્યું - 'હારની સંપૂર્ણ જવાબદારી લઉં છું.

પ્રશાંત કિશોરે રાજનીતિ છોડવા અંગે કરી દીધી સ્પષ્ટતા! કહ્યું - 'હારની સંપૂર્ણ જવાબદારી લઉં છું. પણ હું બિહાર છોડીશ...'જાણો વિગતે

11/18/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

પ્રશાંત કિશોરે રાજનીતિ છોડવા અંગે કરી દીધી સ્પષ્ટતા! કહ્યું - 'હારની સંપૂર્ણ જવાબદારી લઉં છું.

બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજને કારમી હાર મળી છે. ત્યારે મંગળવારે (18મી નવેમ્બર) પટણામાં જનસુરાજ પાર્ટીના સ્થાપક અને વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે પાર્ટીની હારની જવાબદારી પોતાને માથે લીધી હતી. આ સાથે તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. ઉપરાંત તેમણે કિશોરે સ્પષ્ટ કર્યું હતું કે, તે રાજકારણ છોડવાના નથી અને ફરીથી પ્રયાસ કરશે.


પ્રયાસોમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા

પ્રયાસોમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા

પ્રશાંત કિશોરે ચૂંટણીમાં મળેલી નિષ્ફળતા અંગે જણાવતા કહ્યું હતું કે, 'અમે અમારા પ્રયાસોમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. સિસ્ટમ બદલવાની વાત તો ભૂલી જાઓ, અમે સરકાર પણ બદલી શક્યા નહીં. અમે કેટલીક ભૂલો કરી હશે, જેના કારણે જનતાએ અમને ચૂંટ્યા નહીં. હું આની સંપૂર્ણ જવાબદારી લઉં છું. અમે આત્મચિંતન કરીશું. ચૂંટણી જીતનારાઓને અભિનંદન.'

હવે આગળ શું કરવું તે અંગે વાત કરતાં પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું હતું કે, 'હું 20મી નવેમ્બરથી પ્રાયશ્ચિત તરીકે મૌન ઉપવાસ કરીશ. અમે ભૂલો કરી હશે, પરંતુ અમે કોઈ ગુનો કર્યો નથી. અમે બિહારમાં હિન્દુ-મુસ્લિમ રાજકારણ રમ્યું નથી. અમે પૈસાથી મત ખરીદ્યા નથી. જેમણે કર્યું છે તેમણે જવાબ આપવો પડશે.' આ સાથે રાજકારણ છોડવા અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, 'કેટલાક લોકો વિચારી રહ્યા છે કે હું બિહાર છોડી દઈશ, તે તેનો ભ્રમ છે. હું અહીં રહીશ, સખત મહેનત કરીશ, અને ફરીથી પ્રયાસ કરીશ.'


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


નીતિશ કુમાર પર આક્ષેપ

નીતિશ કુમાર પર આક્ષેપ

અહીં પ્રશાંત કિશોરે સીધા મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે 'NDAને આ જીત પૈસાના વિતરણને કારણે મળી છે. પહેલીવાર એવી ચૂંટણી યોજાઈ છે જેમાં 40 હજાર કરોડ ખર્ચવાનું વચન આપવામાં આવ્યું છે, તેથી જ NDAને આ જીત મળી છે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં 60થી 62 હજાર લોકોને 10 હજાર રૂપિયા આપવામાં આવ્યા છે, એવું કહેવામાં આવ્યું હતું કે 2 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. તે જણાવવા માટે સમગ્ર સરકારી તંત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. 'ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોરના આ ગંભીર આક્ષેપોએ બિહારના રાજકારણમાં નવો હોબાળો મચાવ્યો છે અને વિજેતા NDA ગઠબંધન પર સવાલો ઊભા કર્યાં છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top