શિયાળામાં આ વસ્તુઓ ઉમેરીને રોટલી બનાવવાથી શરીરને મળે છે અઢળક ફાયદાઓ! ઘણી સમસ્યાઓમાં મળશે રાહત!?

શિયાળામાં આ વસ્તુઓ ઉમેરીને રોટલી બનાવવાથી શરીરને મળે છે અઢળક ફાયદાઓ! ઘણી સમસ્યાઓમાં મળશે રાહત!? જાણો

11/18/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શિયાળામાં આ વસ્તુઓ ઉમેરીને રોટલી બનાવવાથી શરીરને મળે છે અઢળક ફાયદાઓ! ઘણી સમસ્યાઓમાં મળશે રાહત!?

શિયાળાની ઋતુમાં લોકો શરીરની કાળજી લેવા માટે અવનવા નુસ્ખાઓ અજમાવતા હોય છે. શિયાળામાં શરીરને અંદરથી મજબૂત અને ગરમ રાખવું જરૂરી છે. તેથી ખાવા પીવામાં પણ એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેની પ્રકૃતિ ગરમ હોય અને જે શરીરને ગરમી આપે. આમ તો મોટેભાગે ઉત્તરભારતના દરેક ઘરમાં જમવામાં ઘઉંના લોટની રોટલી જ બનતી હોય છે. પરંતુ જો શિયાળાની ઋતુમાં રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં આ ચાર વસ્તુઓ ઉમેરવામાં આવે તો તેનાથી રોટલી શરીર માટે ઔષધી જેવું કામ કરવા લાગે છે. તેમાંથી બનેલી રોટલી ઈમ્યૂનિટી વધારશે, પાચન સુધારશે અને વજન ઘટાડવામાં પણ મદદ કરશે.


અજમાનો પાવડર

અજમાનો પાવડર

શિયાળામાં ઘણી વખત પેટ ફૂલી જવું, ગેસ થવો તેવી સમસ્યાઓ થાય છે. ત્યારે અજમોઆ સમસ્યાનું એક પ્રાકૃતિક સમાધાન છે. અજમામાં રહેલું થાઈમોલ પાચન એન્જાઈમને સક્રિય કરી ગેસ, અપચો જેવી સમસ્યાથી રાહત આપે છે.  વૈજ્ઞાનિક શોધ અનુસાર પણ, અજમો પેટના સ્નાયુને આરામ આપી ભોજનનું પાચન સરળ બનાવે છે. તેથી રોટલીના લોટમાં આખા અજમાના દાણા અથવા તો અજમાનો પાવડર મિક્સ કરીને બનાવેલી રોટલી પોષક તત્વોથી ભરપૂર બની જાય છે અને તેને ખાધા પછી ગેસ કે અપચા જેવી સમસ્યા થતી નથી.


મેથી પાવડર

મેથી પાવડર

રશોડામાં રહેલા સુકા મેથીના દાણા પણ શિયાળામાં લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ઘરમાં રહેલી સૂકી મેથીને પીસીને તેનો પાવડર કરીને રાખવો જોઈએ. અને જ્યારે પણ રોટલીનો લોટ બાંધીએ  ત્યારે એક ચમચી મેથી પાવડર તેમાં ઉમેરવો જોઈએ. મેથીના પાવડરવાળી રોટલી ખાવાથી સાંધાના દુ:ખાવા, ગઠિયા જેવી સમસ્યામાં રાહત મળે છે. તેમજ વૈજ્ઞાનિક અધ્યયન અનુસાર, મેથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં અને પાચન સુધારવામાં પણ ખૂબ અસરકારક હોય છે.


તલ

તલ

શિયાળાની ઋતુમાં તલનું સેવન પણ શારીરિક સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થાય છે. તલ કેલ્શિયમ, આયરન, ઝીંક અને હેલ્ધી ફેટ જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. તલ હાડકાની સાથે ત્વચાને પણ સ્વસ્થ રાખવાનું કામ કરે છે. ઠંડીમાં જ્યારે ત્વચા ડ્રાય થઈ જાય છે. ત્યારે તલથી બનેલી રોટલી ખાવી ફાયદાકારક સાબિત થાય છે. લોટ બંધાતી વખતે ઘઉંના લોટમાં તલનો પાવડર અથવા તલ ઉમેરી તેની રોટલી બનાવવી. તલવાળી રોટલી ખાવાથી શરીરને અંદરથી પોષણ મળે છે. તેનાથી સ્કિનને પણ ખૂબ લાભ થાય છે.


સૂંઠ પાવડર

સૂંઠ પાવડર

આમ તો શિયાળામાં સૂંઠનું સેવન અલગ અલગ વસ્તુઓ સાથે કરવામાં આવે છે. સૂંઠ શરીરનું તાપમાન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આયુર્વેદ અને વિજ્ઞાન બંને માને છે કે, સૂંઠમાં રહેલું જીંજરોલ એવું તત્વ છે જે શરીરમાં ગરમી ઉત્પન્ન કરી શરદી-ઉધરસથી બચાવે છે. તેમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. રોટલીના લોટમાં એક ચમચી સૂંઠ પાવડર ઉમેરીવાથી  રોટલીનો સ્વાદ પણ સારો લાગશે અને શરીરને ગરમી પણ મળશે.

 (Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top