શું તમારે પણ ચિકનગુનિયાના સાંધાના દુ:ખાવાથી મેળવવો છે છુટકારો? તો આ ઉપાયો આજે જ અજમાવો, ઝડપથી મળશે રાહત!
ભારતમાં ચોમાસામાં મચ્છરજન્ય રોગોના કેસોમાં ભારે ઉછાળો જોવા મળે છે. જેના ભાગ રૂપે ચિકનગુનિયાના કેસોમાં પણ વધારો જોવા મળે છે. આમ તો આ બીમારી મચ્છરના કરડવાથી થાય છે. પરંતુ આ રોગ દરમિયાન સાંધાનો દુ:ખાવો લોકો માટે મોટી સમસ્યા બને છે. સામાન્ય રીતે ચિકનગુનિયામાં તાવ આવે છે, ઉલટી થાય છે, માથાનો દુ:ખાવો રહે છે અને શરીરમાં અસહ્ય પીડા થાય છે. ખાસ કરીને વ્યક્તિને સાંધામાં દુખાવો વધી જાય છે.
ચિકનગુનિયામાં વ્યક્તિને શારીરિક નબળાઈ પણ વધારે પ્રમાણમાં રહે છે. ચિકનગુનિયાનો તાવ ઉતરી જાય તો પણ લાંબા સમય સુધી સાંધામાં દુખાવા રહે છે. આ દુ:ખાવો એટલો વધારે હોય છે કે વ્યક્તિને હલનચલન કરવામાં પણ તકલીફ પડે છે. આવા દુ:ખાવાથી રાહત મેળવવા માટે લાંબા સમય સુધી દવાનું સેવન કરી શકાતું નથી પરંતુ ચિકનગુનિયા પછી જે સાંધાનો દુખાવો રહી ગયો હોય તેને કેટલાક દેશી ઈલાજ દ્વારા ઠીક કરી શકાય છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર, ચિકનગુનિયા પછી સાંધામાં દુ:ખાવો ઇન્ફ્લામેશનના કારણે રહે છે. જ્યારે સાંધામાં દુખાવો રહેતો હોય ત્યારે બરફથી શેક કરવો લાભદાયી નીવડે છે. આ સિવાય સાંધાના દુખાવા માટે હળવી એક્સરસાઇઝ પણ કરી શકાય છે, જેમાં સ્ટ્રેચિંગ સૌથી વધુ ફાયદો કરે છે. હાલમાં, ચિકનગુનિયા માટે કોઈ ચોક્કસ એન્ટિવાયરલ સારવાર કે ઈલાજ ઉપલબ્ધ નથી. સહાયક ઉપચાર, આરામ, હાઇડ્રેશન અને પોષણ સંભાળ દ્વારા જ લક્ષણોમાં રાહત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
સાંધાનો દુખાવો ચિકનગુનિયાના સૌથી સામાન્ય અને લાંબા સમય સુધી ચાલતા લક્ષણોમાંનું એક છે. હળવું ખેંચાણ, ગરમ કોમ્પ્રેસ અને હળવો માલિશ જડતા ઘટાડવા અને ગતિશીલતા સુધારવામાં મદદ કરી શકે છે. વધુ પડતો શ્રમ ટાળવો અને આરામ અને ઓછી અસરવાળી હિલચાલ દ્વારા સાંધાને ધીમે ધીમે સાજા થવા દેવા મહત્વપૂર્ણ છે.
સાંધાના દુ:ખાવો મટાડવા માટે નાળિયેર તેલનો ઉપયોગ કરી સાંધા પર મસાજ કરવાથી ફાયદો થાય છે. પણ એક વાતનું ધ્યાન રાખવું કે મસાજ હળવા હાથે કરવું વધારે પડતું પ્રેશર કરીને માલિશ કરવાથી સાંધામાં નુકસાન થઈ શકે છે. આ ઘરેલુ ઉપાય અપનાવીને ચિકનગુનિયા પછી રહેતો સાંધાનો દુખાવો મટાડી શકાય છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર ચિકનગુનિયા મટી ગયા પછી પણ જો સાંધામાં દુખાવો લાંબા સમય સુધી રહે તો ડાયટ પર ખાસ ધ્યાન આપવું. વ્યક્તિએ ડાયટમાં વધારે તરલ પદાર્થ લેવા જોઈએ. આ સિવાય દિવસ દરમિયાન વધારે પાણી પીવું કારણકે શરીરમાં પાણીની ઉણપ હોય ત્યારે પણ સાંધામાં દુખાવો રહે છે. ચિકનગુનિયા પછી નાળિયેર પાણી પીવું સૌથી વધુ ફાયદાકારક છે.
ઉપરાંત સારવાર માટે સારી રીતે હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. પુષ્કળ પાણી, સ્વચ્છ પ્રવાહી અને કુદરતી રસ પીવાથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ મળે છે અને શરીર મજબૂત રહે છે. પૂરતા આરામ સાથે, આ રોગપ્રતિકારક શક્તિને વાયરસ સામે વધુ અસરકારક રીતે લડવા માટે પરવાનગી આપે છે. તાજા ફળો, શાકભાજી, આખા અનાજ અને સરળતાથી સુપાચ્ય ખોરાકથી ભરપૂર સંતુલિત આહાર ખાવાથી રોગપ્રતિકારક કાર્યને ટેકો મળી શકે છે અને બળતરા ઓછી થઈ શકે છે. પોષક તત્વોથી ભરપૂર હળવું, ઘરે રાંધેલું ભોજન ઊર્જા પ્રદાન કરે છે અને થાક અને નબળાઈ દુર કરવામાં ઝડપથી મદદ કરે છે.
(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp