ઓછી ઊંઘની સમસ્યા : આ સોનેરી સૂત્રો અમલમાં મૂકો અને ઘસઘસાટ ઊંઘો

ઓછી ઊંઘની સમસ્યા : આ સોનેરી સૂત્રો અમલમાં મૂકો અને ઘસઘસાટ ઊંઘો

08/01/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ઓછી ઊંઘની સમસ્યા : આ સોનેરી સૂત્રો અમલમાં મૂકો અને ઘસઘસાટ ઊંઘો

અત્યારે એક સર્વસામાન્ય સમસ્યા લોકોને સતાવી રહી છે. અને એ સમસ્યા છે ઊંઘની! લોકડાઉન દરમિયાન અને એ પછી પ્રોફેશનલ કામોના અભાવે મળેલી નવરાશને કારણે મોટા ભાગના લોકો આખો સ્દિવસ સુસ્તાઈને પસાર કરે છે. ઘણાને નોકરી-ધંધાનું ટેન્શન સુખેથી સૂવા નથી દેતું. તો ઘણાને ભવિષ્યની અનિશ્ચિતતા ઊંઘવા નથી દેતી. અપૂરતી ઊંઘને કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડ્યા વિના રહેતી નથી. ઊંઘની સમસ્યાને કારણે બીજી અનેક સમસ્યા ઉદભવે છે. પણ જો પૂર્તિ ઊંઘ મળી જાય, તો સવારે તાજો-માજો થઈને ઉઠેલો માણસ જીવનના ગમે એવા પડકારને પહોંચી વળવા સક્ષમ બને છે.

તો ચાલો આજે સારી ઊંઘ મેળવવા માટેના સોનેરી સૂત્રો જાણીએ.


1 આલ્કોહોલ :

1 આલ્કોહોલ :

ઘણાને લાગે છે કે બે પેગ મારીને સુઈ જવાથી ઊંઘ બહુ સારી આવી જાય છે. પણ આ વાત તદ્દન ખોટી છે. આલ્કોહોલનું નિયમિત સેવન કરનારની કુદરતી રીતે ગાઢ ઊંઘમાં સરી પડવાની ક્ષમતાને ગંભીર નુકસાન થાય છે. એક તબક્કો એવો આવી જાય છે કે દારુ પીધા વીણા સામાન્ય ઊંઘ પણ નથી આવતી! એટલે જો કુદરતી રીતે આવતી ગાઢ ઊંઘ તમને ગમતી હોય, (એના સિવાય છૂટકો ય ક્યા છે?) તો ‘ઊંઘ માટે આલ્કોહોલ’નો ફંડા ફગાવી દો!


2 મોબાઈલ/ટીવી/કોમ્પ્યુટર... ના બાબા ના! :

2 મોબાઈલ/ટીવી/કોમ્પ્યુટર... ના બાબા ના! :

આધુનિક સમયમાં ઉંઘના સૌથી મોટા દુશ્મન આ ત્રણ સાધનો જ છે. મોટા ભાગના લોકોને મોડે સુધી ટીવી, કોમ્પ્યુટર અને મોબાઈલ સાથે ચીપકી રહેવાની લત લાગી ગઈ છે. પરિણામે ઊંઘવાના કલાકો ઘટી ગયા છે. તજજ્ઞો કહે છે કે આ ઈલેક્ટ્રોનિક ઉપ્ક્ર્નોમાંથી નીકળતી ભૂરી રોશની તમને ‘કૃત્રિમ રીતે’ જાગતા રાખે છે. આથી તમારા શરીરમાં કુદરતી રીતે પેદા થતા મેલેટોનીન નામક હોર્મોનનું પ્રોડક્શન અટકી પડે છે. આ પીનીઅલ ગ્લેન્ડમાં પેદા થતો મેલેટોનીન હોર્મોન તમારી રિપ્રોડકટીવ સાઈકલને નિયંત્રિત કરે છે. એટલે આ હોર્મોનના પ્રોડક્શન પર અસર પડશે તો તમારી ઊંઘ જ નહિ, પણ પ્રજનન ક્ષમતા ઉપર પણ અસર પડશે! નિષ્ણાંતો કહે છે કે ઊંઘવાના સમયના બે કલાક પહેલા તમારે ટીવી-કોમ્પ્યુટર અને મોબાઈલ જેવા સાધનોને દૂર મૂકી દેવા જોઈએ!


3 ટ્રીપટોફેન (Tryptophan) :

3 ટ્રીપટોફેન (Tryptophan) :

ટ્રીપટોફેનએ એવો એમીનો એસિડ છે, જે મોટા ભાગના પ્રોટીન્સના બંધારણમાં મહત્વના ઘટકતત્વો તરીકે રહેલો હોય છે. માત્ર મનુષ્ય જ નહિ, પણ કરોડરજ્જુ ધરાવનાર દરેક સજીવ માટે ટ્રીપટોફેન અતિશય જરૂરી પોષક તત્વ ગણાય છે. સેરોટોનીનના પ્રોડક્શનમાં ટ્રીપટોફેન મહત્વનો ભાગ ભજવે છે. અને સેરોટોનીન લી પાછું મેલેટોનીનનો પ્રોડક્શન માટે જરૂરી છે. વિવિધ પ્રકારના પ્રોટીનયુક્ત આહાર લેવાથી પુરતા પ્રમાણમાં ટ્રીપટોફેન મળી રહે છે. જો નોન વેજીટેરીયન હોવ તો ચિકન, ફીશ અને એગ્સમાંથી ટ્રીપટોફેન મળી રહે છે.


4 ચા-કોફી ટાળો :

4 ચા-કોફી ટાળો :

આધુનિક સમયમાં ઘણા લોકો રેટરેસનો ભોગ બનીને પોતાની ‘નોર્મલ’ જિંદગીથી ખાસ્સા દૂર નીકળી ગયા છે. આવા લોકોને મોડે સુધી જાગીને કામ કરવાની ટેવ પડી ગઈ હોય છે. આ લોકો જાગતા રહેવા માટે સાંજના ડીનર બાદ પણ ચા-કોફી જેવા કેફિનયુક્ત પીણા ઠઠાડે રાખે છે. કેફીન તમારા મગજને તરત જ રીલેક્સ કરી દે છે, એટલે તમને એકદમ તાજગી અનુભવાય છે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે તાજગીની જરૂર વહેલી સવારે હોય છે, નહિ કે રાત્રે સૂતી વખતે! જો તમે કામ નહિ કરો તો દુનિયા અટકી પડશે એમ લાગતું હોય, તો અઠવાડિયામાં અમુક દિવસ નિયત કરી શકાય, જયારે તમે મોદી રાત્રે કામ કર્યા બાદ પણ ૭ થી ૮ કલાક જેટલી ઊંઘ લઇ શકો.


5 સંતુલિત આહાર :

5 સંતુલિત આહાર :

આમ તો આપણને છેક પ્રાથમિક શાળાથી સંતુલિત આહારનું મહત્વ ભણાવવામાં આવે છે., પરંતુ આપણે એ તરફ ભાગ્યે જ ધ્યાન આપીએ છીએ. જો તમારા ખોરાકમાં પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ વચ્ચે સંતુલન ન જળવાય, તો એની સીધી અસર તમારી ઊંઘ પર થઇ શકે છે. એ સિવાય બીજા જે કંઈ પ્રોબ્લેમ્સ ઉભા થાય એ નફામાં. (એટલે કે નુકસાનમાં!)


6 હલકું ફુલકુ ડીનર :

6 હલકું ફુલકુ ડીનર :

એક કહેવત બહુ પ્રચલિત છે કે સવારનો નાસ્તો રાજકુમારની જેમ કરો, બપોરનું ભોજન રાજાની જેમ આરોગો, પણ સાંજનું ખાણું ભિખારીની જેમ ખાવ! અર્થાત, સવારે હેવી બ્રેકફાસ્ટ કરો, બપોરે પણ થોડું ભારે ભોજન લઇ શકાય, પણ રાત્રે હોજરી પર ઓવર બર્ડન નાખવાની ભૂલ ન કરો! રાત્રે બને એટલો હળવો ખોરાક જ લો. રાત્રે ભારે ખોરાક લેનાર વ્યકિતની કદાચ ઘસઘસાટ ઊંઘ આવી જાય તો પણ બીજે દિવસે સવારે સુસ્તી વર્તાય છે. લાંબા ગાળે થટી એસિડીટી સહિતની તકલીફો તો જુદી!


7 એક્સરસાઈઝ :

7 એક્સરસાઈઝ :

આ મુદ્દો સૌથી મહત્વનો છે. આજે મોટાભાગના લોકો બેઠાડું જીવન જીવે છે. કેટલાક સવારે બે કલાક જીમમાં પરસેવો પાડી આવ્યા પછી પોતાને ‘ફિઝીકલી એક્ટીવ’માં ખપાવે છે. પણ આવા લોકો ભૂલી જાય છે કે તેઓ બાકીના ૨૨ કલાક શરીરને આરામની મુદ્રામાં જ રાખે છે! (ઘણાને જીમની ફી પાણીમાં જતી લાગે છે, એનું કારણ આ જ છે!) હકીકતે તમારે આખો દિવસ જુદા જુદા સમયે કેલેરી બાળતા રહેવું પડે છે.

આમ જુઓ તો ઉપર જણાવ્યા એ તમામ ઊંઘ માટેના સોનેરી સૂત્રો છે. અને કોઈ પણ જાતની વિશેષ તૈયારી વીણા તમે એને અમલમાં મૂકી શકો છો. માત્ર યોગ્ય માઈન્ડસેટ કેળવવાની જરૂર છે. જો એટલું કરી શકો તો તમે પણ રોજ ૭ થી ૮ કલાકની ઘસઘસાટ ઊંઘ મેળવી શકો છો.

યાદ રાખો, પૂરતી ઊંઘ એ આજીવન તંદુરસ્ત રહેવાની ગુરુચાવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top