જાડા લોકો કરતાં પાતળા લોકોને જીવનું જોખમ વધારે! જાણો સંશોધનના ચોંકાવનારા ખુલાસાઓ!
આજે મોટાભાગના લોકો આરોગ્યની વધતી જતી જાગૃતિ વચ્ચે પોતાનું વજન નિયંત્રિત રાખવા માટે પ્રયત્નશીલ છે. મેદસ્વીતાને નુકશાનકારક માનવામાં આવે છે, પરંતુ બીજી બાજુ અત્યંત પાતળા હોવું પણ આરોગ્ય માટે તેટલું જ જોખમરૂપ છે. વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે, શારીરિક રીતે અત્યંત પાતળા લોકોમાં અકાળ મરણનું જોખમ, સામાન્ય કે સુસ્થ દેહ ધરાવતાં લોકો કરતાં અનેક ગણું વધારે હોય શકે છે. જેની પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે. પોષણની ઉણપ, ઓછી રોગપ્રતિકારક શક્તિ અને અનેક દિર્ઘકાલીન બીમારીઓના જોખમથી પાતળા લોકોના જીવન પર ગંભીર અસરો પડી શકે છે.
ડેનમાર્કમાં 85,000 થી વધુ લોકો પર થયેલા એક અભ્યાસમાં ચોંકાવનારા તારણો મળ્યા. આ અભ્યાસ મુજબ, જે લોકોનો BMI 18.5 થી ઓછો છે, તેમને વહેલું મૃત્યુ થવાનું જોખમ ત્રણ ગણું વધારે છે. આ જોખમ 22.5 થી 24.9 વચ્ચેનો BMI ધરાવતા લોકોની સરખામણીએ ઘણું વધારે છે. સામાન્ય રીતે 18.5 થી 24.9 સુધીના BMI ને યોગ્ય માનવામાં આવે છે. તેથી ફક્ત BMI પર આધાર રાખવો પૂરતો નથી.
ડેન્માર્કમાં કરવામાં આવેલાં આ અભ્યાસમાં જણાયું છે કે જેમનો બોડીમાસ ઇન્ડેક્સ એટલે કે BMI 25થી 35 હોય તેમના પર જાનનું જોખમ વધારે નથી. જેમનો BMI 40થી વધારે હોય તેમને જ મોતનું જોખમ બે ગણું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો જેમનું વજન થોડું વધારે હોય તેમણે પોતાની જાનને જોખમ છે એમ માની ન લેવું.
આ સંશોધનના તારણો સામાન્ય સમજને પડકારે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, બહું પાતળાં લોકોમાં ફેટ એટલે કે ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. કોઇ ગંભીર બિમારીની સારવાર જેમ કે કેન્સરની કિમોથેરેપીમાં વજન ઘટે ત્યારે શરીરને ચરબીની જરૂર હોય છે. પાતળાં લોકોમાં ચરબી ન હોવાથી તેમના શરીર નબળાં પડી જાય છે અને તેમના અંગો બરાબર કામ કરી શકતાં નથી. આ કારણે પાતળાં હોવું પણ જીવલેણ પુરવાર થઇ શકે છે.
સંશોધકોનું કહેવું છે કે, BMIએ ઉંચાઇ અને વજન પર આધારિત એક ગણતરી માત્ર છે. BMI એ દરેક વ્યક્તિ માટે એક ચોક્કસ માપદંડ બની શકે નહીં. ડેનિશ સંશોધકોના જણાવ્યા અનુસાર હવે 22.5થી 30 સુધીનો BMI સલામત માની શકાય. બીજા શબ્દોમાં કહીએ તો થોડું વજન વધારે હોય તો તે નુકસાનકારક નથી. આ સંશોધનનો સંદેશ એ છે કે બહું પાતળાં હોવું ખતરનાક નીવડી શકે છે. જ્યારે વજન થોડું વધારે હોય તો તે જીવલેણ નથી.
(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp