માત્ર કુતરા જ નહિ આ પ્રાણીઓના કરડવાથી પણ થાય છે હડકવાની બિમારી! આજે જ જાણો અને રાખો આ ધ્યાન
રેબીઝ એટલે કે હડકવા એ ખૂબ ખતરનાક અને જીવલેણ બીમારી છે. આ બીમારીમાં મગજ અને નર્વસ સિસ્ટમ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. જે તેને મૃત્યુ સુધી લઈ જાય છે. આમ તો રેબીઝ સંક્રમિત પ્રાણીની લાળથી અથવા તેના કરડવાથી ફેલાય છે. ઉપરાંત પ્રાણીના નખ વાગી જવાથી ઇજા થાય તો પણ હડકવા થઈ શકે છે. આ રોગ વિશે મોટાભાગના લોકોને લાગે છે કે તે ફક્ત કૂતરાઓના કરડવાથી થાય છે. પરંતુ કુતરા સિવાયના અમુક પ્રાણીઓના કરડવાથી કે નખ વાગવાથી પણ હડકવાનો રોગ થઈ શકે છે.
ચામાચીડિયાના કારણે પણ હડકવા ફેલાઈ શકે છે. જો ઘરની અંદર ચામાચીડિયું આવી જાય તો તેને હાથથી પકડવાનું ટાળવું જોઈએ. ચામાચીડિયાના દાંત કે નખ વાગી જાય તો હડકવા થઈ શકે છે. અને બિલાડીના કરડવાથી પણ હડકવા થઈ શકે છે. જો ઘરમાં બિલાડી પાળી હોય તો તેને રસી અપાવવી જરૂરી હોય છે નહીં તો તેના કરડવાથી કે તેના નખ લાગી જવાથી હડકવા થવાનું જોખમ વધી જાય છે. રખડતી બિલાડીઓના કરડવાથી પણ રેબીસ થઈ શકે છે.
વાંદરા પણ એવું પ્રાણી છે જેના કરડવાથી કે નખ મારવાથી હડકવા થઈ શકે છે. વાંદરા દ્વારા ઇજા થાય તો ઇન્ફેક્શનનું રીસ્ક વધી જાય છે. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે ખિસકોલી અને સસલા જેવા પ્રાણીના નખ વાગવાથી પણ હડકવા થવાનું જોખમ હોય છે. જો આ પ્રાણીના દાંત કે નખ વાગી જાય તો તુરંત જ ડોક્ટર પાસે જઈ સારવાર લેવી જોઈએ. ઉપરાંત ગાય, ભેંસ અને ઘોડા જેવા પ્રાણી દ્વારા ઈજા થાય તો પણ રેબીઝ થઈ શકે છે.
કુતરા સહિત કોઈ પણ પ્રાણી કરડે તો ડોક્ટર પાસે જઈને રેબીઝ માટેનું ઇન્જેક્શન લેવું ખૂબ જરૂરી છે. કોઈપણ કારણોસર પ્રાણી કરડે તો સૌથી પહેલા ઘાને સાબુથી અથવા વહેતા પાણીથી સાફ કરી લો. પ્રાણી કરડે પછી જ્યાં ઈજા થઈ હોય તે ભાગને ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ માટે પાણીથી સાફ કરો. ત્યાર પછી તુરંત જ ડોક્ટર પાસે જવું અને જરૂરી સારવાર લેવી ખૂબ જરૂરી છે. જો સમય રહેતા સારવાર ન લેવામાં આવે તો જીવનું જોખમ ઊભું થાય છે.
(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp