શું તમને ઉનાળામાં શરદી થાય છે? તો આ વાંચો

શું તમને ઉનાળામાં શરદી થાય છે? તો આ વાંચો

05/25/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું તમને ઉનાળામાં શરદી થાય છે? તો આ વાંચો

કોઈને છીંક કે ઉધરસ આવતી હોય, માથું ભારે લાગે, ઝીણો તાવ રહેતો હોય કે શરીર તૂટવા જેવા લક્ષણો જણાય તો સામાન્ય સંજોગોમાં આપણે એને શરદીની શરૂઆત ધારી લઈએ છીએ અને બહુ ગણકારતા નથી. શરદીની શરૂઆત થવાની હોય ત્યારે ઘણાને ગળામાં ખણતું હોવાનો અનુભવ પણ થાય છે. એ સમયે પાની પીઓ તો પણ ગાળામાં દુખાવાની ફીલીંગ આવતી હોય છે. આમ તો આ બધા શરદી થવાના સામાન્ય લક્ષણો છે, જે મોટે ભાગે એક-બે દિવસમાં જ કાબૂમાં આવી જાય છે. પણ હમણા જમાનો કોરોનાનો છે. આમ જુઓ તો કોરોના પણ એક પ્રકારનો ફ્લૂ જ ગણાય છે. માટે ખાસ કિસ્સાઓ સિવાય એના લક્ષણો ય શરદીને મળતા જ આવે છે. પરિણામે હાલમાં પરિસ્થિતિ એવી છે કે સામાન્ય શરદી થઇ હોય તો પણ લોકોને કોરોનાનો જ વહેમ પેસી જાય છે. પરિવારમાં કોઈકને સામાન્ય છીંક આવે તો પણ બધા સભ્યોને ફફડાટ પેસી જાય છે. પણ ડરવાની જરાય જરૂર નથી. ચાલો ઉનાળામાં થતી શરદી વિષે અને એના ઉપચારો વિષે જાણીએ.


આનાથી બચવાનો ઈલાજ શું?

આનાથી બચવાનો ઈલાજ શું?

સૌથી પહેલા તો તમારા આ 'દુશ્મન'ને ઓળખી લો. સામાન્ય સમજ એવી છે કે શરદી શિયાળા અને ચોમાસા દરમિયાન જ થાય છે. આ સાચું જ છે, પરંતુ સાથે એ પણ જાણી લો કે ઉનાળામાં ય ઘણા બધા લોકો શરદીનો ભોગ બને છે. આણી પાછળના કારણો સમજવા જેવા છે.


ઉનાળામાં થતી શરદીના કારણો

ઉનાળામાં થતી શરદીના કારણો

ઠંડું પાણી અને ઠંડો ખોરાક

ઉનાળામાં આપણે ઠંડું પાણી પીએ છીએ. ખરેખર ગમે એવી ગરમીમાં ય રૂમ ટેમ્પરેચરે રાખેલું દેશી માટલાનું પાણી જ પીવું જોઈએ. દેશી માટલાનું પાણી કુદરતી રીતે જ શીતળ હોય છે, જે તમને શાતા પણ આપે છે અને તમારી તરસ પણ છીપાવે છે. પરંતુ મોડર્ન લાઈફ સ્ટાઈલને કારણે આપણે સહુ તરસ લાગે ત્યારે સીધી ફ્રિઝમાંથી જ બોટલ કાઢીને મોઢે માંડવા માટે ટેવાઈ ગયા છે. ફ્રિઝનું ઠંડું પાણી પીવાથી ત્વરિત ઠંડકનો અહેસાસ જરૂર થાય છે, પણ તરસ છીપાયાનો બહુ સંતોષ થતો નથી. પરિણામે ઘણી વાર તમે એકી સાથે નિયત કરતા વધુ પાણી પી લો છો. વળી ઠંડું પાણી તમારી પાચન શક્તિને બગાડે છે. અતિશય ઠંડા પાણીથી તમારી રોગ-પ્રતિકારક શક્તિ પણ ઘટે છે. (યાદ રાખો, ઓછી ઇમ્યુનીટી ધરાવનારા લોકો કોરોના માટે 'સોફ્ટ ટાર્ગેટ' હોય છે.) આપણી શ્વાસનળીમાં ખાસ પ્રકારના સૂક્ષ્મ વાળ જેવી રચના હોય છે, જે કોઈ પણ પ્રકારના વાઈરસ કે બાહરી તત્વને શરીરની અન્ડર દાખલ થતા રોકે છે. આ એક પ્રકારની નેચરલ ડીફેન્સ સિસ્ટમ છે. પરંતુ વધુ પડતું ઠંડું પાણી કે આઈસ્ક્રીમ-ઠંડા પીણાના વધુ પડતા ઉપયોગને કારણે આ ડિફેન્સ સિસ્ટમ ખોરવાઈ જાય છે.

આમ ઠંડું પાણી-ઠંડા ખોરાકનું સતત સેવન ઉનાળામાં શરદી થવાનું પ્રમુખ કારણ મનાય છે.

એલર્જી

એલર્જી પણ શરદી થવા માટેનું અગત્યનું કારણ છે. શરીરની કુદરતી રક્ષણાત્મક શક્તિ-ઇમ્યુનીટી એક વિશિષ્ટ ક્રિયા-પ્રતિક્રિયા દ્વારા રોગ માટે જવાબદાર કારણોનો સામનો કરે છે. શરીરને નુકશાનકારક બહારનું તત્વ શરીર સાથે સંપર્કમાં આવે, પ્રવેશે ત્યારે કુદરતી રીતે શરીર પ્રતિજન (Antigen) અને પ્રતિજન સામે રક્ષણાત્મક પ્રતિક્રિયા કરવા માટે પ્રતિદ્રવ્યો (Antibodies) પેદા કરે છે. પ્રતિજન-પ્રતિદ્રવ્યની શરીર માટેની રક્ષણાત્મક પ્રક્રિયા દરમ્યાન કોષોને વધુ નુકશાન થતાં, વિશિષ્ટ લક્ષણો થાય છે જેને એલર્જીક રિએક્શન કહે છે.


ઉપાય અને ઈલાજ

ઉપાય અને ઈલાજ

શરદીના કારણો જાણી લીધા બાદ અમુક ઉપાયો તો આપોઆપ સમજાઈ ગયા હશે. જેમકે અતિશય ઠંડા ખોરાક-પીણાનો ત્યાગ કરવો. અહીં કહેવાનો ભાવાર્થ એવો બિલકુલ નથી કે ભરઉનાળે ઠંડા પીણા કે આઈસ્ક્રીમની લિજ્જતથી વ્નાચિત રહેવું. પણ જે કરો એ માપમાં કરવું. તમે રોજ આઈસ્ક્રીમ ખાશો કે રોજ ઠંડા પીણા પીશો તો માત્ર શરદી જ નહિ, લાંબા ગાળે સુગર, કોલેસ્ટેરોલ અને ચરબીની સમસ્યાઓ પણ ઉદભવશે જ. વળી કેટલાકને તો રોજ જમ્યા બાદ 'ડેઝર્ટ'માં આઈસ્ક્રીમ ઝાપ્ત્વાની ટેવ પડી ગઈ હોય છે. આનાથી તમારી પાચનશક્તિ મંદ થઇ જશે. દસ-પંદર દિવસે એકાદ વાર તમે 'ખતરો કે ખિલાડી' બનીને આવું રિસ્ક લઇ લો, તો કદાચ માફીને પાત્ર ગણાય. બાકી રોજરોજ ગળું ઠંડું કરવાની ઈચ્છા થાય તો યાદ રાખો કે આયુર્વેદમાં 'અતિ સર્વત્ર વર્જીયેત' કહેવાયું છે. માટે કશામાં અતિરેક કરવો નહિ.

ઘરગથ્થુ ઉપચારો

કોઈ પણ પ્રકારના શરદી, ઉધરસ કે ફ્લૂમાં થોડી ધીરજ, સહનશક્તિ અને ઘરગથ્થુ ઉપચારો સૌથી કારગત નીવડે છે. ગરમ દૂધમાં હળદર નાંખીને સેવન કરવાથી શરદી-ઉધરસમાં ઝડપી રાહત મળે છે. વળી હળદર એન્ટીવાઈરલ-એન્ટી બેક્ટેરિયલ હોવાને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે, જેની અત્યારના સમયમાં તાતી જરૂર છે.

બીજો એક ઉપાય બહુ 'સ્વાદિષ્ટ' છે, જેનું સેવન કરતાંની સાથે જ એ તમારા તન-મનને તુરંત તાજગીથી ભરી દેશે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ આડું આખેલી ગરમાગરમ ચા ની. તાજા છીણેલા આદુને ગરમ પાણી અને દૂધ સાથે ઉકાળીને બનાવેલી ચા તમને શરદીમાં ભારે રાહત આપશે. એ સિવાય બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ જરા હુંફાળા પાણી સાથે મેળવીને સેવન કરવાથી પણ સારી એવી રાહત મળી જશે.

લસણ પણ અકસીર ઈલાજ માનવામાં આવે છે. લસણની કળીને ઘીમાં સાંતળીને ખાવાથી લાંબા ગાળે સારો ફાયદો થાય છે. લસણ એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-વાઈરલ ગણાય છે. વળી તે રોગપ્રતિકારક શક્તિને બહેતર બનાવે છે, સાથે જ હૃદયરોગને પણ દૂર રાખે છે. આ સિવાય તુલસીનો ઉકાળો પણ લાભપ્રદ નીવડે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top