શું તમે પણ શિયાળામાં પગની ફાટેલી એડીથી પીડાવ છો? તો આ ઉપાય છે તેના અસરકારક ઈલાજ! આજે જ અજમાવો.

શું તમે પણ શિયાળામાં પગની ફાટેલી એડીથી પીડાવ છો? તો આ ઉપાય છે તેના અસરકારક ઈલાજ! આજે જ અજમાવો.

11/24/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું તમે પણ શિયાળામાં પગની ફાટેલી એડીથી પીડાવ છો? તો આ ઉપાય છે તેના અસરકારક ઈલાજ! આજે જ અજમાવો.

મોટાભાગના લોકો શિયાળામાં સ્કિન સંબંધિત વિવિધ સમસ્યાઓનો સામનો કરતાં હોય છે. અને એમાં પણ સૌથી વધારે તકલીફ આપતી સમસ્યા ફાટેલી એડીની છે. શિયાળામાં શુષ્ક હવાને કારણે સ્કીનમાં ડ્રાયનેસ વધી જાય છે. આ ઉપરાંત ઠંડીમાં ખુલ્લા પગે ફરવાથી એડી ફાટવા લાગે છે. શરૂઆતમાં તો એડીની ત્વચા ખરબચડી અને ડ્રાય થઈ જાય છે. પછી ધીરે ધીરે ત્વચા ફાટવા લાગે છે અને તેમાંથી લોહી નીકળવા લાગે છે. અહીં ઘરેલું ઉપાયોમાં માનનારા લોકો માટે એક અકસીર ઈલાજ છે. જે લોકો શિયાળામાં ફાટેલી એડીની સમસ્યાથી પરેશાન રહેતા હોય તેમણે ચોખાનો લોટ ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે.  


એડીની સમસ્યાનો ઘરેલું ઉપાય

એડીની સમસ્યાનો ઘરેલું ઉપાય

ફાટેલી એડીને ઝડપથી સારી કરવા માટે ચોખાના લોટનો ઉપયોગ ખૂબ ફાયદાકારક મનાય છે. આમ તો ચોખાનો લોટ સ્કિન માટે નેચરલ એક્સફોલીએટરની જેમ કામ કરે છે. તેનાથી ડેડ સ્કિન સેલ્સ નીકળી જાય છે અને ત્વચા પર મોઈશ્ચર આવે છે.

તેથી ફાટેલી એડીના ઈલાજ માટે બે ચમચી ચોખાનો લોટ લઈ અને તેમાં એક ચમચી મધ ઉમેરીને મિક્સ કરો. અને જો ઘરમાં એપલ સાઇડર વિનેગર હોય તો પાંચથી છ ટીપા તે પણ ઉમેરો. જો વિનેગર ન હોય તો મધ અને ચોખાના લોટથી પણ કામ થઈ શકે છે. આ મિશ્રણને એડી પર લગાડી 10 મિનિટ માટે રાખો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરો. ત્યાર પછી પગને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ ઉપાય ઉપયોગમાં લેવાથી એડીની ત્વચા સોફ્ટ થવા લાગે છે.


આ પણ અજમાવો

આ પણ અજમાવો

રોજ રાત્રે એડી પર નાળિયેરનું તેલ લગાવવાથી પણ ખૂબ ફાયદો થાય છે. નાળિયેરના તેલમાં ફેટી એસિડ હોય છે જે સ્કિનને પોષણ પૂરું પાડે છે અને રીપેર કરવામાં મદદ કરે છે. ઉપરાંત એડી પર પાકેલું કેળુ પણ લગાડી શકાય છે. કેળુ જ્યારે ગળી જાય તો તેની પેસ્ટ બનાવીને સ્કીન પર લગાડી લો. અહીં 20 મિનિટ પછી પગ સાફ કરી લો. અઠવાડિયામાં બે વખત પગ પર કેળુ લગાડશો તો પણ સારી અસર જોવા મળશે.

(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top