ઉતરાખંડનો પ્રવાસ આટલા ગુજરાતીઓને ભરખી ગયો, દેવ દર્શને જઈ રહેલી બસ ખીણમાં ખાબકી, જુઓ દ્રશ્યો

ઉતરાખંડનો પ્રવાસ આટલા ગુજરાતીઓને ભરખી ગયો, દેવ દર્શને જઈ રહેલી બસ ખીણમાં ખાબકી, જુઓ દ્રશ્યો

11/24/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઉતરાખંડનો પ્રવાસ આટલા ગુજરાતીઓને ભરખી ગયો, દેવ દર્શને જઈ રહેલી બસ ખીણમાં ખાબકી, જુઓ દ્રશ્યો

ઉત્તરાખંડના ઋષિકેશથી ગંભીર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ટિહરી જિલ્લાના કુંજાપુરીમાં ગંભીર બસ અકસ્માત સર્જાયો છે. માહિતી મુજબ, કુંજાપુરી મંદિર નજીક આ બસ ખીણમાં ખાબકી જતાં તેમાં સવાર પાંચ લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે.  જ્યારે બાકીના મુસાફરો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. મૃત્યુ પામેલ વ્યક્તિઓ ગુજરાતીઓ હોવાની આશંકા સેવાઈ રહી છે.


70 મીટર ઊંડી ખીણમાં ખાબકી બસ

70 મીટર ઊંડી ખીણમાં ખાબકી બસ

માહિતી અનુસાર, કુંજાપુરી-હિંડોલાખાલ નજીક એક બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. જેમાં 30થી 35 મુસાફરો સવાર હતા. આ બસમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ સવાર હોવાના અહેવાલ છે. જેઓ કુંજાપુરી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. હાલમાં ઘટનાસ્થળે વહીવટી અધિકારીઓ, રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પહોંચાડવામાં આવી રહ્યા છે.

માહિતી અનુસાર પાંચ શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટી થઇ ચૂકી છે. મૃતકોમાં ચાર મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને હાલમાં ઋષિકેશમાં આવેલી AIIMSમાં સારવાર આપવામાં આવી રહી છે. જે બસનો અકસમાત થયો છે તેનો નબંર UK14PA1769 જાણવવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ ટિહરી બસ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના વ્યક્ત કરી હતી.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top