ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 બાદ હવે ઈસનપુર તળાવનો વારો, ૧૦૦ મકાનો સહિત ૫ કોમર્શિયલ બાંધકામો કરાયા ધ

ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 બાદ હવે ઈસનપુર તળાવનો વારો, ૧૦૦ મકાનો સહિત ૫ કોમર્શિયલ બાંધકામો કરાયા ધ્વસ્ત, જુઓ દ્રશ્યો

11/24/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 બાદ હવે ઈસનપુર તળાવનો વારો, ૧૦૦ મકાનો સહિત ૫ કોમર્શિયલ બાંધકામો કરાયા ધ

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની પ્રક્રિયા ખૂબ જોરશોરમાં ચાલુ છે. ત્યારે હવે ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવ મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈસનપુર તળાવ પર થયેલા 100 થી વધુ ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવાઈ ગયું છે. 20થી વધુ જેસીબી સહિત 500 પોલીસ જવાન અને 500 એએમસી સ્ટાફ ડિમોલેશનની કામગીરીમાં જોડાયા છે. ટીપી સ્કીમ–25 હેઠળના ખોખરા–મહેમદાવાદ વિસ્તારમાં આ કામગીરી અમલમાં મૂકવામાં આવી છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


100થી વધુ રહેણાંક અને 5 કોમર્શિયલ બાંધકામો પર ડિમોલિશન

100થી વધુ રહેણાંક અને 5 કોમર્શિયલ બાંધકામો પર ડિમોલિશન

તાજેતરમાં જ અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે વિશાળી ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન 100થી વધુ રહેણાંક અને 5 કોમર્શિયલ બાંધકામો પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. પ્રશાસનનિ આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ કરી રહેલ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

સમય અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 પૂર્ણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન ક્લીન ચંડોળા ફેઝ 1માં બાંગ્લાદેશી અને કુખ્યાત લોકોને ટાર્ગેટ કરી ડિમોલેશન કરાયું હતું. 201 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોના દબાણ દૂર કરાયા છે. 2.50 લાખ ચોરસ મીટર તળાવની આસપાસની જગ્યા ખાલી કરવામાં આવી રહી છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન ત્રણ હજાર પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહી હતી. ઉપરાંત ડિમોલિશનની કામગીરી માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. ચંડોળા તળાવ વિસ્તાર ગુનાહિત પ્રવૃત્તિઓનું હબ બની ગયો હોવાના અહેવાલો બાદ AMCએ આ કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે.


7 ફેઝમાં તળાવનો વિકાસ કરાશે

7 ફેઝમાં તળાવનો વિકાસ કરાશે

AMC અને શહેર પોલીસની સંયુક્ત કામગીરીથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. તળાવ આસપાસના દબાણ દૂર કર્યા બાદ ફરી દબાણ ન થાય તે માટે તળાવની ફરતે વોલ બનાવવામાં આવશે, તેમજ વોલ કર્યા બાદ અહીં એક SRPનો પોઇન્ટ પણ મૂકવામાં આવશે. આગામી સમયમાં ચંડોળા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં ચંડોળા તળાવને ઉંડું કરવામાં આવશે. ઉપરાંત કાંકરિયાની જેમ 7 ફેઝમાં તળાવનો વિકાસ કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top