જો હાર્ટ એટેકની પરિસ્થિતિ ઊભી થાય ને આસપાસ કોઈ મદદ માટે ન હોય તો શું કરવું? જાણી લો બચી જશે જીવ!
આજે હાર્ટ એટેકની સમસ્યાએ બહુ વિકરાળ સ્વરૂપ ધારણ કારી લીધું છે. ક્ષણમાં આવતો હાર્ટ એટેક મોતનું મોટું કારણ બની રહ્યો છે. સાથે નાણા-મોટા સૌ કોઈને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. આ હાર્ટ એટેક કોઈને પણ આવી શકે છે. આ પરિસ્થિતિમાં લોકોની સાથે હોઈએ ત્યારે તો કદાચ સમયસર મદદ મળી જાય અને જીવ પણ બચી જાય. પરંતુ જ્યારે એકલા હોઈએ અને મદદ માટે આજુબાજુ કોઈ ન હોય ત્યારે શું કરવું? આ સ્થિતિમાં શું કરી શકાય તે સમજીએ.
સૌ પ્રથમ તો જો કોઈને ડાબા હાથથી દુખાવો ઉપડે અને છેક છાતી સુધી આવી જાય તો માનવું કે તેને હાર્ટ એટેક આવ્યો છે. અને આવી સ્થિતિમાં તેને ગભરાટ થશે, છાતીમાં પથ્થર મૂક્યો હોય તેવું લાગશે અને પરિસ્થિતિ બગડતા જીવ પણ જઈ શકે છે. તેથી સમયસુચકતા દાખવતા સૌથી પેલા જોર જોરથી ઉધરસ ખાવાનું શરુ કરી દો, અને ખાંસી ન આવે તો પણ જોર જોરથી ખાંસી ખાતા રહો, અને સાથે ઊંડા શ્વાસ પણ લો. આવું કરવાથી વધારે માત્રામાં ઓક્સિજન ફેફસામાં જાય છે. આ સારવારને કફ સીપીઆર કહેવામાં આવે છે. આ સારવારથી હાર્ટ પર દબાણ આવે છે અને શરીરમાં લોહી ફરતું રહે છે. અને જીવ બચવાની સંભાવના વધી જાય છે.
આ સાથે આજના સમયમાં ઘરમાં એસ્પિરિનની ગોળી અચૂક રાખવી જોઈએ. જેથી કરીને હાર્ટ પર દબાણ કે હાર્ટ એટેકના લક્ષણો જણાય તો આ ગોળી ચાવીને ખાઈ જવી જે લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયાને બંધ કરી નાખે છે અને તેનાથી હાર્ટ સુધી બ્લડનો સપ્લાય જળવાઈ રહે છે.
(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp