એસિડીટીને અવગણવાની ભૂલ નહિ કરતા!

એસિડીટીને અવગણવાની ભૂલ નહિ કરતા!

05/27/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

એસિડીટીને અવગણવાની ભૂલ નહિ કરતા!

હાલમાં કોરોનાને પગલે ત્રણ-ત્રણ લોકડાઉન આપણે ઘરમાં બેઠે બેઠે કાઢી નાખ્યા છે. હવે જ્યારે ચોથા લોકડાઉન દરમિયાન થોડીઘણી છૂટ આપવામાં આવી છે, ત્યારે ય સમજદાર માણસો ખપપૂરતું બહાર જઈને મોટા ભાગનો સમય ઘરમાં જ ગાળવાનું પસંદ કરે છે. ખરેખર આમ જ હોવું જોઈએ. જ્યાં સુધી લોકો સ્વયંભુ સોશિયલ ડિસ્ટન્સ પાળતા નહિ થ્ય ત્યાં સુધી ટોળા વચ્ચે જવાનું એવોઈડ કરવું જ રહ્યું. આશા રાખીએ કે હાલની પરિસ્થિતિમાં બને એટલો ઝડપી સુધારો આવે અને આપણે સહુ ફરી પાછા મુક્ત વિહાર કરતા થઇ જઈએ. પણ પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી તો 'સ્ટે હોમ, સ્ટે સેફ'ની નીતિ જ ઉપકારક છે.

પણ ઘરે રહેવામાં કેટલીક બીજી સમસ્યાઓ પણ છે જ.

છેલ્લા બે મહિના દરમિયાન આપણે જાત જાતની ડીશીઝ બનાવીને જીભના ચટાકા પૂરા કર્યા હશે. પણ ભાગ્યે જ કોઈ એવું હશે કે જેણે ઘરે રહીને વર્ક આઉટ્સ ઉપર પણ પૂરતું ધ્યાન આપ્યું હોય! પરિણામે ગરમીની આ ઋતુમાં સરેરાશ માણસ વધેલું વજન, કાયમ ભારે લાગતું પેટ, અને સાથે જ પાચન શક્તિ મંદ થઇ જવા જેવી તકલીફોથી પીડાતો હશે. આ બધા સાથે જ સૌથી કોમન તકલીફ જે જોવા મળે છે, એ છે એસિડીટી!


એસિડીટીના કારણો અને પરિણામ

એસિડીટીના કારણો અને પરિણામ

આમ તો ઘણા કારણો હોય શકે, પરંતુ વધુ પડતો ખાટો કે તીખો-તળેલો ખોરાક, વધુ પડતી ચોકલેટ, દૂધ અને દૂધની બનાવટોનું વધુ પડતું સેવન, દારૂનું સેવન અને કસરતનો અભાવ કે પછી વધુ પડતો માનસિક તણાવ એસિડીટી માટે જવાબદાર હોય છે. ટૂંકમાં, હાલમાં આપણે સહુએ જે પ્રકારની જીવનશૈલી અપનાવી છે, એ આપણને એસિડીટીનો ભોગ બનવા તરફ ધકેલનારી જ છે.

મોટા ભાગના લોકો એસિડીટીને શરૂઆતમાં બહુ ગંભીરતાથી લેતા નથી. પણ ડોક્ટર્સ આવા વલણ સામે ચેતવણી આપતા કહે છે કે એસિડીટી થવી જ ન જોઈએ. તેમ છતાં જો અનિવાર્ય કારણોસર એસિડીટીના ભોગ બનો તો તરત જ જીવનશૈલીમાં સુધારો કરીને એસિડીટીનું શમન કરવું જોઈએ. જો એસિડીટી વિષે જાગૃતિ નહિ કેળવો તો એ વકરી જશે અને ભવિષ્યમાં એના કારણે પેટમાં ચાંદા પડવાની શક્યતા પણ રહેલી છે. કેટલીક વાર પેશન્ટને લોહીની ઉલટી થવાની કે સંડાસ કાળો થવાની તકલીફ પણ જોવા મળે છે. આવા સંજોગોમાં એન્ડોસ્કોપી અને સર્જરી સુધીના ઈલાજો કરવા પડે છે. અને ત્યાર બાદ કાયમ માટે દવાઓ લેવી પડે છે.


બચાવ કઈ રીતે કરશો :

બચાવ કઈ રીતે કરશો :

એસિડીટી માટે આમ તો કોઈ રામબાણ ઈલાજ નથી. પણ જીવનશૈલીમાં સુધાર કરીને એસિડીટીને કાબૂમાં જરૂરથી રાખી શકાય છે. ડોક્ટર્સ અને વૈદો જુદી જુદી દવાઓ અને ઈલાજ સૂચવશે જ, પરંતુ એ સાથે આપણે જીવનશૈલીમાં પણ બદલાવ લાવવો પડશે. આ માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખો :

  • ઉજાગરા બને એટલા ઓછા કરો. વહેલા ઉઠવાની અને વહેલા સૂવાની ટેવ પાડશો તો બાકીની જીવનશૈલી ઉપર આપોઆપ પોઝિટીવ ઇફેક્ટ જોવા મળશે.
  • વધુ પડતો ચરબીવાળો કે તીખો-તળેલો ખોરાક લેવાનું ટાળો. સાંજે સૂર્યાસ્ત પછી તો આવા ખોરાકને દૂરથી જ રામ-રામ કરો.
  • ચોકલેટ, પીપરમિંટ, અન્ય મિંટવાળી વસ્તુઓ, સોડા વગેરે ન લેવા કારણકે એનાથી અન્નનળી અને જઠર વચ્ચેને નુકસાન થઈ શકે છે. જેના કારણે એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
  • ખાઇને તરત આડા પડવું નહિ. સૂતી વખતે પલંગના માથા તરફનો ભાગ છ ઇંચ ઊંચો રહે એમ સૂવું. આથી પેટમાં રહેલા પાચકરસો અન્નનળીમાં ઉપર ચડતા અટકશે.
  • દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું અને શરીરને હાઈડ્રેટેડ રાખવું જરૂરી છે. સાથે જ એ પણ ધ્યાન રાખો કે જમતી વખતે અથવા નાસ્તો કરતી વખતે વધુ પડતું પાણી ન પીવાય જાય. એમાંય કશુંક આરોગતી વખતે ખોરાક સાથે પીધેલું ઠંડું પાણી-ચિલ્ડ વોટર તો ઝેર સમાન જ ગણવું. ભોજનની આગળ-પાછળ નિયત સમયગાળો જાળવીને જ પાણી પીવું.
  • એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ ઇઝ, બેઠાડું જીવનથી બનતી ત્વરાએ છૂટકારો મેળવો. રોજિંદા ઢોરને નિયમિત કસરત કરવાનું રાખો. તમારી પાચનક્રિયા જેટલી ઝડપી હોય એટલું સારું. વધુ કસરત કરી શકાય એમ ન હોય તો બને તો સવાર-સાંજ ચાલવા જવાનું રાખો. ખાસ કરીને રાત્રે જમવામાં બહુ મોડું ન કરો અને જમીને પોણો-એક કલાક બાદ થોડુંક વોકિંગ કરવાની ટેવ પાડો.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top