બાંગ્લાદેશમાં એક હિન્દુ વિધવા સાથે જોડાયેલી એક ક્રૂર ઘટના પ્રકાશમાં આવી છે. ઝેનાદઇદાહ જિલ્લાના કાલીગંજમાં એક હિન્દુ વિધવા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ક્રૂર યાતનામાં ફક્ત સામૂહિક બળાત્કાર જ નહોતો. 40 વર્ષીય મહિલાને ઝાડ સાથે બાંધી દેવામાં આવી હતી અને તેના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. આરોપીએ આ ભયાનક યાતનાનો વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.
સંગબાદ પ્રતિદિનના અહેવાલ મુજબ, પીડિતાએ જણાવ્યું હતું કે અઢી વર્ષ પહેલાં તેણે શાહીન અને તેના ભાઈ પાસેથી 20 લાખ ટકામાં જમીન ધરાવતું બે માળનું ઘર ખરીદ્યું હતું. ત્યારથી તે મુખ્ય આરોપી શાહીનની ખરાબ નજારોમાં ઘેરાયેલી છે. શાહીને પહેલા પણ તેને ખોટા પ્રસ્તાવ આપ્યા હતા, જેને તેણે નકારી કાઢ્યો હતો.
પીડિતાએ કહ્યું કે આ પછી શાહીન તેને હેરાન કરવાનું શરૂ કર્યું. વિધવાએ પોલીસને જણાવ્યું કે ગયા શનિવારે સાંજે, શાહીન અને તેનો મિત્ર હસન અચાનક તેના ઘરમાં ઘૂસી ગયા અને સાથે મળીને તેની સાથે બળાત્કાર કર્યો. તે જ દિવસે બંને આરોપીઓએ તેની પાસેથી બીજા 50 હજાર ટકાની પણ માંગણી કરી.
શનિવારે સાંજે, મહિલાના ગામના બે સંબંધીઓ તેના ઘરે આવ્યા. એવો આરોપ છે કે શાહીન અને તેના સાથી હસન ઘરમાં ઘૂસીને મહિલા પર બળાત્કાર ગુજાર્યો. તેમણે 50 હજાર ટકા રૂપિયા (ભારતીય ચલણમાં 37,000 રૂપિયા)ની માંગણી કરી. જ્યારે મહિલાએ પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે સંબંધીઓને માર મારવામાં આવ્યો અને ભગાડવામાં આવ્યા. આરોપીઓએ મહિલાને ઝાડ સાથે બાંધી દીધી અને તેના વાળ કાપી નાખ્યા, અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
આ મામલે પોલીસે જણાવ્યું કે હિન્દુ વિધવાને ઝાડ સાથે બાંધીને ત્રાસ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તે બેહોશ થઈ ગઈ. સ્થાનિક લોકોએ તેને બચાવી, હજુ પણ ઇજાગ્રસ્ત છે અને તેને ઝેનાઈદાહ સદર હોસ્પિટલમાં દાખલ કરવવામાં આવી. ઝેનાઈદાહ પોલીસે જણાવ્યું કે મહિલા ભાનમાં આવ્યા બાદ, તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું.
સોમવારે રાત્રે, બીજી એક ચોંકાવનારી ઘટના બની, જેમાં નરસિંગદી જિલ્લાના પોલાશ સબ-ડિસ્ટ્રિક્ટ વિસ્તારમાં એક હિન્દુ દુકાનદારની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. આ ઘટના સાથે જ છેલ્લા કેટલાક દિવસોમાં માર્યા ગયેલા હિન્દુઓની સંખ્યા 6 પર થઇ ગઇ છે, જે દેશમાં લઘુમતીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આ આંકડો જાહેરમાં નોંધાયેલા મૃત્યુ દર્શાવે છે, જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
અહેવાલો અનુસાર, 5 જાન્યુઆરી, 2026ની રાત્રે 10 વાગ્યે, ચોરાસિંદુર બજારમાં કરિયાણાની દુકાન ચલાવતા મોની ચક્રવર્તી પર અચાનક અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. મોની ચક્રવર્તી મદન ચક્રવર્તીના મોટા પુત્ર હતા અને તે વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ તરીકે જાણીતા હતા.