અમરેલીમાં પુત્રના વ્યવહારથી કંટાળીને પિતાએ જ પુત્રને મો*તને ઘાટ ઉતારી દીધો, આ રીતે ખૂલ્યું રહસ્ય
અમરેલી જિલ્લામાં ભાડેર ગામની સીમમાં આવેલી વશરામ સેંજલીયાની વાડીમાં કોઈનું શબ દાટેલું હોવાની માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે ધારી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મામલતદાર તંત્રની હાજરીમાં જમીનનું ખોદકામ કરવામાં આવતા અંદરથી માનવ હાડપિંજર મળી આવ્યું હતું. આ અંગે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. સગા પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી મૃ*તદેહને જમીનમાં દાટી દીધો હતો. ઘટનાને પગલે પોલીસે હાલ આરોપી પિતાની અટકાયત કરી છે.
અમરેલીના ધારીના ભાડેર ગામે રહેતા હિતેશ સેંજલીયાને દારૂ પીવાની કુટેવ હતી. હિતેશ અવારનવાર દારૂ પીને તેની માતા તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતો હતો, ત્રાસ ગુજારતો હતો. પુત્રના આ રોજબરોજના કંકાસ અને ઝઘડાથી પિતા વશરામ સેંજલીયા તંગ આવી ગયો હતો. જેથી પિતાએ પુત્ર હિતેશનું દોરડા વડે પુત્રનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદ મૃ*તદેહને પોતાની વાડીના શેઢે દાટી દીધો હતો.
આ જઘન્ય ઘટના બાદ પણ પરિવાર સામાન્ય જીવન જીવતો રહ્યો. ગામમાં કોઈને શંકા નહોતી કે હિતેશ હવે નથી રહ્યો. સમય પસાર થતો ગયો, અને મામલો દબાઈ રહ્યો. પરંતુ લગભગ એક મહિના બાદ, પરિસ્થિતી બદલાઈ ગઈ, જ્યારે ખેતરમાંથી નીકળતી તીવ્ર દુર્ગંધે આખી ઘટનાનો પર્દાફાશ કરી દીધો.
31 ડિસેમ્બરની રાત્રે પોલીસને એક ખેતરના માલિકનો ફોન આવ્યો. તેણે તેના પાડોશી વશરામ સેંજલિયાના ખેતરમાંથી વિચિત્ર ગંધ અને મૃતદેહ જેવું કંઈક દેખાવાની જાણ કરી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. 1 જાન્યુઆરીની સવારે, પંચાયતના સભ્યોની હાજરીમાં ખોદકામ કરવામાં આવ્યું, જેમાં એક સડી ગયેલું શરીર અને એક હાડપિંજર મળી આવ્યું. ત્યારબાદ મૃ*તદેહને ફોરેન્સિક તપાસ માટે ભાવનગર મોકલવામાં આવ્યો.
આ બાબતે ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, ‘પોલીસને બાતમી મળી હતી કે ભાડેર ગામની વાડીમાં કોઈ મૃ*તદેહ દાટવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ધારી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મામલો ગંભીર જણાયો હતો. પોલીસે જમીનમાંથી હિતેશનો મૃ*તદેહ બહાર કાઢી પિતાની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘પિતા વશરામભાઈ સેંજલીયાની પૂછપરછ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે. તેણે કબૂલાત કરી હતી કે પુત્ર હિતેશ દારૂ પીને પરિવારને હેરાન કરતો હોવાથી કંટાળીને તેમણે જ આ પગલું ભર્યું હતું’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp