આખરે BCCIએ નિર્ણય લેવો પડ્યો! KKRને 9.20 કરોડમાં ખરીદેલા ખેલાડીને બહાર કરવા આદેશ! જાણો સમગ્ર આદેશ
બાંગ્લાદેશમાં છેલ્લા ઘણાં સમયથી હિંદુઓ પર હુમલાઓ થવાના દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. અને ત્યાની સરકાર દ્વારા તેની સામે કોઈ ઠોસ કદમો નથી લેવાઈ રહ્યા. જેનો આક્રોશ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. ત્યારે IPL ટીમ કોલકાતા રાઈડ્સ દ્વારા બાંગ્લાદેશના ખેલાડીને 9.20 કરોડમાં શાહરુખ ખાન દ્વારા ખરીદાતા હિંદુ સંતો અને નેતાઓ દ્વારા ભારે વિરોધ કરાઈ રહ્યો હતો. ઉપરાંત તેમની દેશ પ્રત્યેની નિષ્ઠા પર સવાલ પણ ઉઠાવવામાં આવ્યા હતા.
ત્યારે હવે મહત્વનું છે કે, બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં ભાગ લઈ શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને, BCCIએ કોલકાતા નાઈટ રાઇડર્સને બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને તેમની ટીમમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. દેવજીત સૈકિયાએ સ્પષ્ટતા કરી હતી કે, જો KKR ટીમ તેને બદલવા માંગે છે, તો BCCI તેને મંજૂરી આપશે. IPL 2026ના મિની-ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ટીમમાં મુસ્તફિઝુર રહેમાનનો સમાવેશ કર્યા પછી KKRને સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરવો પડ્યો છે. ચાહકો, તેમજ કેટલાક રાજકારણીઓ અને સંતોએ, IPLમાં બાંગ્લાદેશી ખેલાડીની ભાગીદારી પર સવાલ ઉઠાવ્યા છે. ઓગસ્ટ 2024માં શેખ હસીના સરકારના પતનથી બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા ફેલાઈ છે અને અનેક હિંસક ઘટનાઓ ફાટી નીકળી છે. તાજેતરમાં ત્રણ હિન્દુઓની ક્રૂર હત્યાના બનાવથી બાંગ્લાદેશ વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp