સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંત્રી મંડળના વિસ્તરણ બાબત

સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંત્રી મંડળના વિસ્તરણ બાબતે પૂછતા જુઓ શું કહ્યું?

09/26/2025 Videos

SidhiKhabar

SidhiKhabar

સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંત્રી મંડળના વિસ્તરણ બાબત

આજ રોજ ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં 22 તારીખ થી અમલમાં આવેલા જીએસટી રિફોર્મસ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સ્વદેશી અપનાવો ઝુંબેશ અંતર્ગત બંનેએ સંબોધન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંત્રી મંડળના વિસ્તરણ બાબતે પૂછવામાં આવતાં, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ માત્ર સ્માઈલ આપી ઉભા થઇ ગયા હતા. માત્ર એટલો જવાબ આપ્યો હતો કે, થશે એટલે કહેશું. તમને પૂછ્યા વગર ન કરીશું.

ઉલ્લેખ્નીય છે કે, ગુજરાતમાં ચાર વર્ષ જૂની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે. અનેક અટકળોના અંતે નવરાત્રી દરમિયાન મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના છે. વર્તમાન ક્યા મંત્રી કપાશે અને ક્યા નવા ચહેરા આવશે તે અંગેના દવાઓ થઇ રહ્યા છે. તાજેતરમાં જ  મુખ્યમંત્રીએ વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


સી.આર.પાટીલનું નિવેદન

સી.આર.પાટીલનું નિવેદન

સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અભિયાનમાં દેશવાસીઓ સ્વદેશી અપનાવી આ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવે. આ અભિયાન હેઠળ ભારતમાં 2 લાખ કરોડ મોબાઈલ સપ્લાય કરવામાં આવશે. યુપીએ સરકારમાં 1500 કરોડના મોબાઈલ સપ્લાય કરવામાં આવતા હતા. ભાજપના કાર્યકરો દ્વારા ઠેર ઠેર સ્વદેશી અપનાવોના સ્ટીકર લગાવાશે. ઉપરાંત 1000થી વધુ સ્વદેશી મેળાનું આયોજન 90 દિવસોમાં કરવામાં આવશે. 25 સપ્ટેમ્બર થી 25 ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ થવાનો છે. આ માટે ઘર ઘર સ્વદેશી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.


મુખ્યમંત્રીનું નિવેદન

મુખ્યમંત્રીનું નિવેદન

આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે વાત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાન હાથ ધર્યું છે. ભારતમાં મોદીના નેતૃત્વમાં અનેક આયામો સર કરી રહ્યું છે. આપણે વિશ્વની ત્રીજી અર્થવસ્થા તરફ આત્મનિર્ભર ભારત સાથે આગળ વધી રહ્યા છીએ. ગુજરાત દેશમાં નિકાસમાં 27 ટકા યોગદાન આપે છે. દેશના યુવાનો જોબ સિકર નહી જોબ ગીવર બની રહ્યા છે. દેશમાં રમકડાં ઉદ્યોગ આયાત થતા હતા. આજે દેશ નિકાસ કરી રહ્યું છે. ડિજિટલ ઈન્ડિયા પણ ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે. તેથી લોકો સ્વદેશી અગ્રતા આપીને જોડાય તેવી અપીલ કરું છું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top