દુબઈ એર શોમાં ભારતનું ફાઈટર જેટ તેજસ થયું ક્રેશ! જુઓ કાળજું કંપાવતો વિડીઓ

દુબઈ એર શોમાં ભારતનું ફાઈટર જેટ તેજસ થયું ક્રેશ! જુઓ કાળજું કંપાવતો વિડીઓ

11/21/2025 Videos

SidhiKhabar

SidhiKhabar

દુબઈ એર શોમાં ભારતનું ફાઈટર જેટ તેજસ થયું ક્રેશ! જુઓ કાળજું કંપાવતો વિડીઓ

દુબઈથી ભારત માટે એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. દુબઈ એર શો દરમિયાન ભારતનું સ્વદેશી હળવું લડાકૂ વિમાન LCA તેજસ પોતાની ડેમોન્સ્ટ્રેશન ફ્લાઇટ દરમિયાન અચાનક ક્રેશ થયું છે. આ ઘટના બપોરે 2.10 કલાકે બની છે, જ્યારે દુબઈની ધરતી પર હજારો દર્શકો વિમાનના કરબત જોઈ રહ્યાં હતા.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


સૌથી મોટી ચિંતા પાયલટની

સૌથી મોટી ચિંતા પાયલટની

દુબઈના એર શોના પ્રદર્શન દરમિયાન લડાકુ વિમાન તેજસ હવામાં શાનદાર વળાંક લઈ રહ્યું હતું, ત્યારે અચાનક નિયંત્રણ ગુમાવી દીધું હતું. અને થોડી જ સેકેન્ડમાં તે હવામાંથી જમીન તરફ ધસી આવ્યું. વિમાન જમીન પર પડવાની સાથે જોરદાર ધમાકો થયો અને અલ મકતૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટની ઉપર ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અહીં સૌથી મોટી ચિંતા પાયલટની સ્થિતિને લઈને બનેલી છે. હજુ સુધી સ્પષ્ટ નથી કે, તેમણે સમય રહેતા ઇજેક્ટ કર્યું કે નહીં. રક્ષા સૂત્રો પ્રમાણે આ જાણકારીની પુષ્ટિ કરવામાં આવી રહી છે.

દુબઈ એર શો વિશ્વના અગ્રણી ઉડ્ડયન કાર્યક્રમોમાંનો એક છે, જ્યાં વિશ્વભરની એરલાઇન્સ અને લશ્કરી ઉત્પાદકો તેમની ટેકનોલોજીનું પ્રદર્શન કરે છે. આ અકસ્માતે એર શોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ઘટનાસ્થળે તાત્કાલિક કટોકટી ટીમો તૈનાત કરવામાં આવી હતી, અને ઉડ્ડયન અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.


ભારતીય વાયુસેનાનું ફાઇટર વિમાન તેજસ

ભારતીય વાયુસેનાનું ફાઇટર વિમાન તેજસ

ભારતીય વાયુસેનાનું ફાઇટર વિમાન તેજસ સંપૂર્ણ ભારતમાં બનીને તૈયાર થયું છે. તેને હળવું અને ઝડપી બનાવવામાં આવ્યું છે, જેથી હવામાં વધુ ફુર્તી સાથે ઉડી શકે અને સાથે ઘણા પ્રકારના યુદ્ધમાં કામ કરી શકે. તે સંરક્ષણ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. તે 4.5 પેઢીનું વિમાન છે, એટલે કે તેમાં ઘણી નવી તકનીક વાપરવામાં આવી છે. તેજસ નાનું અને હળવું છે, જેની ગણના સુપરસોનિક એટલે કે ધ્વનિની ગતિથી ઝડપી ઉડાન ભરનાર વિમાનોમાં થાય છે.

દુબઈ એર શોમાં ભારતે અનેક ફાઇટર જેટ પણ પ્રદર્શિત કર્યા હતા, જેમાંથી એક તેજસ ફાઇટર જેટ હતું. આ અકસ્માતે તેજસ ફાઇટર જેટ માટેની ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. કારણ કે ભારત પણ આ ફાઇટર જેટની નિકાસ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અહેવાલ મુજબ તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલાં લગભગ એક માઇલ દૂર સુધી નીચે ઉતરતું જોવા મળ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top