ઓપરેશન સિંદૂરમાં ભારતે કેટલા પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા? થયો મોટો ખુલાસો
પહેલગામ આતંકવાદી હુમલા બાદ આ વર્ષે 7-10 મે દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ 4 દિવસીય લશ્કરી ગતિરોધ ભલે સમાપ્ત થઈ ગયો હશે, પરંતુ તે સમય દરમિયાન થયેલા નુકસાન અને ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા ચાલુ છે. અમેરિકનસ કોંગ્રેસના એક નવા દ્વિપક્ષીય અહેવાલમાં આ મુદ્દાને ફરીથી ઉજાગર કરવામાં આવ્યો છે અને અનેક ગંભીર દાવા કરવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ, ભારતના હુમલામાં પાકિસ્તાને 5 લશ્કરી વિમાન ગુમાવ્યા હતા. તો ભારતે 3 ગુમાવ્યા હતા, પરંતુ અહેવાલમાં જણાવાયું છે કે આ બધા રાફેલ નહોતા. આ માહિતી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અગાઉના દાવાઓ સાથે પણ મેળ ખાય છે કે અથડામણમાં કુલ 8 જેટ તોડી પાડવામાં આવ્યા હતા. કેટલાક પૂર્વ પાકિસ્તાની લશ્કરી અધિકારીઓએ પણ મીડિયા સમક્ષ તેમના વિમાનના નુકસાનની કબૂલાત કરી છે.
ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે મેની શરૂઆતમાં થયેલી અથડામણમાં કુલ 8 વિમાન તોડી પાડવામાં આવ્યા હતા. અમેરિકાના અહેવાલની સરખામણીમાં એ સ્પષ્ટ છે કે પાકિસ્તાને એકલાએ જ પાંચ યુદ્ધ વિમાનો ગુમાવ્યા હતા, જે તેના વિજયના દાવાઓની પોલ ખોલે છે અને ભારતના દાવાને સાબિત કરે છે.
ચીનનો પ્ર્પગેંડા પણ સામે આવ્યો
અમેરિકાના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અથડામણ બાદ, ચીને ભારતના રાફેલ વિમાનો વિશે ખોટી માહિતી ફેલાવી હતી. એવો આરોપ છે કે ચીન તેના J-10 ફાઇટર જેટ અને PL-15 મિસાઇલો વેચવા માટે આ કરી રહ્યું હતું, જેનો ઉપયોગ ભારતીય વિમાનોને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો.
અહેવાલમાં માનવામાં આવ્યું છે કે ભારતે ત્રણ જેટ ગુમાવ્યા હતા, પરંતુ જરૂરી નથી કે બધા રાફેલ ગુમાવ્યા હોય. આ અગાઉના અમેરિકન ગુપ્તચર મૂલ્યાંકનો સાથે પણ સુસંગત છે, જેમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે પાકિસ્તાનના J-10 વિમાને એક રાફેલ સહિત બે ભારતીય જેટને તોડી પાડ્યા હતા.
મિયામીમાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે બંને દેશોને યુદ્ધમાં જતા અટકાવવામાં ભૂમિકા ભજવી હતી. કુલ સાત જેટ તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે આઠમું ગંભીર રીતે નુકસાન થયું હતું. ટ્રમ્પનો દાવો છે કે તેમણે ટેરિફની ધમકી આપીને ભારત અને પાકિસ્તાનને યુદ્ધ બંધ કરવા દબાણ કર્યું હતું. તેમણે આ દાવો ઘણી વખત કર્યો છે. જોકે, ભારત વારંવાર ટ્રમ્પના દાવાઓને નકારી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp