Video: અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના પ્રીવેડિંગ ફંકશન પહેલા જામનગર શહેરને આપી અનોખી ભેટ, વિડીઓ શેર કરી આપી માહિતી, જુઓ
પ્રસિદ્ધ બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે લગ્ન બંધનમાં બંધાશે. ભારતના ટોચના ધનિકોમાં સામેલ મુકેશ અંબાણી તેમના આ લગ્ન સમારોહમાં કોઈ કચાશ રાખવા માગતા નથી. હવે આ લગ્ન માટે જામનગરમાં એક જ પરિસરમાં એક સાથે 14 વિવિધ મંદિરોનું સુંદર રીતે નિર્માણ કરાવાયું છે. જેનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો.
અનંત-રાધિકાના લગ્નની ઉજવણી લગભગ સમગ્ર દુનિયા જોશે. આ લગ્ન સમારોહમાં દેશ-વિદેશથી અનેક મોટા દિગ્ગજો અને સેલિબ્રિટીઓ જોડાશે તેવી ચર્ચા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ થવાના છે. જો કે તેના પહેલાં જામનગરમાં 1થી 3 માર્ચ સુધી પ્રી-વેડિંગ સમારોહ યોજાશે. જેમાં ફિલ્મ જગતના જાણીતા કલાકારો શાહરુખ ખાન, અમિતાભ બચ્ચનથી લઈને બિઝનેસ જગતની જાણીતી હસ્તીઓ પણ જોડાશે. આ પ્રી વેડિંગ ફંક્શનને ખાસ બનાવવા અંબાણી પરિવાર કંઇક એવું જ કરી રહી છે, જે સ્પેશિયલની સાથે સાથે યાદગાર પણ હોય.
રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણી તેમના દીકરાના લગ્ન પહેલા જામનગરને એક મોટી ભેટ આપવા ઈચ્છે છે. એટલા માટે તેમણે અહીં 14 મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. અગાઉ પણ અંબાણી પરિવારે જામનગરમાં ભવ્ય મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. નીતા અંબાણી તરફથી શરૂ કરાયેલી પહેલ હેઠળ એક વિશાળ પરિસરમાં 14 નવા મંદિરોનું નિર્માણ કરાવવાનો નિર્ણય લેવાયો હતો.
An Auspicious BeginningUshering in Anant Ambani and Radhika Merchant's much-awaited wedding, the Ambani family has facilitated the construction of new temples within a sprawling temple complex in Jamnagar, Gujarat. pic.twitter.com/xKZwCauWzG — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) February 25, 2024
An Auspicious BeginningUshering in Anant Ambani and Radhika Merchant's much-awaited wedding, the Ambani family has facilitated the construction of new temples within a sprawling temple complex in Jamnagar, Gujarat. pic.twitter.com/xKZwCauWzG
નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર તરફથી એક વીડિયો શેર કરાયો હતો. જેમાં મંદિરોમાં વપરાયેલા સુંદર કોતરણી કરેલા સ્તંભ, દેવી દેવતાઓની મૂર્તિઓ અને સુંદર ફ્રેસ્કો સ્ટાઈલ પેઇન્ટિંગ જોવા મળી રહ્યા છે. આ પેઈન્ટિંગ પેઢીઓથી ચાલતા કલ્પનાત્મક વારસાને દર્શાવે છે. અંબાણી પરિવારની આ ખાસ પહેલની લોકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp