જિગ્નેશ મેવાણી સામે પોતાના જ પક્ષમાં બળવો! સાથે સુરતથી પણ મળ્યો કોંગ્રેસને ઝાટકો! જાણો સાચી હકીકત
ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચાય રહેલ નામ જીગ્નેશ મેવાણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી મુજબ, કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી સામે હવે પોતાના જ પક્ષમાં બળવો થઈ રહ્યો છે. કોંગ્રેસનો ઉગતો સિતારો કહેવાતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો પાટણમાં વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી છે. ઉપરાંત મેવાણીના વિરોધમાં કાર્યાલય પર નારા લાગ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિના પ્રમુખને લઈ આ વિખવાદ સામે આવ્યો છે. અનુસૂચિત જાતિ મોર્ચાના પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે સિદ્ધપુરના જયાબેન શાહની પસંદગી થતાં ઉગ્ર વિરોધ શરૂ થયો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, અનુસૂચિત જાતિ મોર્ચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્રભાઈ પીઠડીયા તેમજ સ્થાનિક ધારાસભ્યો સુધી રજૂઆત કર્યા બાદ પણ નિવેડો ન આવતા વિરોધ ઉઠ્યો હતો. વિરોધના સુર પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોર્ચાના પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ સક્સેના દ્વારા બેઠક યોજી વિરોધ પ્રદર્શન કરાયું હતું. ઉપરાંત જો માંગ નહી સ્વીકારાય તો આગામી સમયમાં મોટી સંખ્યામાં રાજીનામાની ચીમકી ઉચ્ચારાઇ હતી.
પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાનું કહેવું છે કે, વરણીની જે સેન્સ લેવીની પ્રક્રિયા છે તેને અવગણવામાં આવી છે. તેમજ પોતાની મરજી મુજબ કામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો દલિત સમાજમાં આંતરિક વર્ગીકરણ કરી અન્યાય કરી રહ્યા છે. તેમજ પૂર્વ પ્રમુખે જીગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા પર આક્ષેપ લગાવતા જણાવ્યુ હતું કે, તેઓનો જવાબ હંમેશા ઉડાઉ રહ્યો છે. અને તેઓ જિલ્લાના પ્રતિનિધિઓને મળવા પણ તૈયાર નથી.
અહીં કોંગ્રેસને પાટણની સાથે સુરતથી પણ મોટો ઝટકો મળ્યો છે. ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસની 11 મહિલા સભ્યોએ રાજીનામા આપતા શહેર પ્રમુખ અસભ્ય વર્તન કરતા હોવાની વ્યથા ઠાલવી છે. નોંધનીય છે કે, કોંગ્રેસ સંગઠનમાં આંતરિક અસંતોષ હવે ખુલ્લેઆમ બહાર આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા સામે ગંભીર આક્ષેપો સાથે મહિલા કોંગ્રેસના સભ્યો દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ તમામ આક્ષેપો ફગાવાયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp