આખરે મહારાષ્ટ્રની ચૂંટણીમાં બીજેપીને માત આપવા કાકા-ભત્રીજો પણ થયા એક! શું આ ગઠબંધનો બીજેપીનો ખે

આખરે મહારાષ્ટ્રની ચૂંટણીમાં બીજેપીને માત આપવા કાકા-ભત્રીજો પણ થયા એક! શું આ ગઠબંધનો બીજેપીનો ખેલ ખતમ કરશે?

12/29/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

આખરે મહારાષ્ટ્રની ચૂંટણીમાં બીજેપીને માત આપવા કાકા-ભત્રીજો પણ થયા એક! શું આ ગઠબંધનો બીજેપીનો ખે

મહારાષ્ટ્રના રાજકારણમાં બીજેપીની વધી રહેલી મજબુતાઈએ ભારે ઉથલ-પાથલ મચાવી છે. ઠાકરે-બંધુઓના ગઠબંધન બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કાકા શરદ પવારની NCP (શરદ પવાર જૂઠ)એ હવે પુણેમાં સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. આ પહેલા ડેપ્યુટી સીએમ અજિત પવારે પિંપરી-ચિંચવાડ નગર નિગમની ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી હતી. તેમણે રવિવારે કહ્યું હતું કે, 'પરિવાર' એક સાથે આવી ગયો છે.


'ઘડિયાળ' અને 'રણશિંગડું' એક થયા

'ઘડિયાળ' અને 'રણશિંગડું' એક થયા

નોંધનીય છે કે, અજિત પવાર પિંપરી-ચિંચવાડમાં 15 જાન્યુઆરીના રોજ થવા જઈ રહેલી ચૂંટણી માટે પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'પિંપરી-ચિંચવાડ નગર નિગમ ચૂંટણી માટે 'ઘડિયાળ' અને 'રણશિંગડું' એક થઈ ગયા છે. પરિવાર એકજૂટ થયો છે.' પવારે પાર્ટીના કાર્યકરોને સખત મહેનત કરવા અને રેલીઓ દરમિયાન કોઈપણ વિવાદાસ્પદ ટિપ્પણીઓ ટાળવા અપીલ કરી હતી. અજિત પવારે આગળ કહ્યું કે, 'અમે વિકાસ માટે કામ કરનારા લોકો છીએ. અમે એ લોકોને બહાર કરી દઈશું જેમણે આ નગર નિગમને દેવામાં નાખવાનો પ્રયાસ કર્યો હતો.'


મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણી

મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણી

ઉપરાંત સીનિયર પવારના પૌત્ર અને NCP (SP) ના ધારાસભ્ય રોહિત પવારે પણ જણાવ્યું હતું કે, 'બંને પક્ષો પુણેમાં પણ સાથે મળીને ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આ નિર્ણય પુણે અને પિંપરી-ચિંચવાડના કાર્યકરોની ઈચ્છાને કારણે લેવામાં આવ્યો છે, જ્યાં બંને પક્ષોએ ગઠબંધનનું પગલું ભર્યું છે.' ઉલ્લેખનીય છે કે, 15 જાન્યુઆરીએ પિંપરી-ચિંચવાડ અને પુણે નગર નિગમ સહિત મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણી યોજાશે, અને બીજા દિવસે મતગણતરી થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top