મોટો અકસ્માત: રિવર્સ લેતા બસે મુસાફરોને મારી ટક્કર; 4 લોકોના મોત ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત,

મોટો અકસ્માત: રિવર્સ લેતા બસે મુસાફરોને મારી ટક્કર; 4 લોકોના મોત ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત, 10 ઇજાગ્રસ્ત

12/30/2025 National

SidhiKhabar

SidhiKhabar

મોટો અકસ્માત: રિવર્સ લેતા બસે મુસાફરોને મારી ટક્કર; 4 લોકોના મોત ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત,

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સોમવારે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો. રિવર્સ લેતી વખતે બેસ્ટ બસના ડ્રાઈવરે ઘણા લોકોને ટક્કર મારી. 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થઇ ગયા હતા, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત ભાંડુપ વેસ્ટ સ્ટેશન રોડ વિસ્તારમાં થયો હતો. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ટીમે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અકસ્માત બાદ ભાંડુપ વેસ્ટ સ્ટેશન રોડ વિસ્તારમાં અફરતફરી મચી ગઈ હતી અને પોલીસને પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

અહેવાલો અનુસાર, બસ રિવર્સ લેતી વખતે મુસાફરો સાથે અથડાઈ હતી, જેના કારણે ભાંડુપ વેસ્ટ સ્ટેશન રોડ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. રાત્રે 10:05 વાગ્યે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ, બેસ્ટના કર્મચારીઓ અને 108 એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતની તપાસ ચાલી રહી છે.


બસ નીચે આવવાથી બેના મોત

બસ નીચે આવવાથી બેના મોત

સોમવારે, ભાંડુપ વેસ્ટ સ્ટેશન રોડ પરિસરમાં BEST બસે લોકોને ટક્કર મારી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવર બસને રિવર્સ લઈ રહ્યો હતો ત્યારે તેણે તેમને કચડી નાખ્યા હતા. અકસ્માત સમયે, ઘણા લોકો કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા, જેના કારણે સ્ટેશન પરિસર ખૂબ જ ભીડભર્યું હતું. બસની ટક્કરથી ચાર લોકોના મોત થઈ ગયા હતા અને 10 ઇજાગ્રસ્ત થયા હતા.

અહેવાલો અનુસાર, ઇજાગ્રસ્તો અને મૃતકોને રાજાવાડી હોસ્પિટલ અને એમ.ટી. અગ્રવાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક અજાણી 31 વર્ષીય મહિલાને રાજાવાડી BMC હોસ્પિટલમાં મૃત હાલતમાં લઇ જવામાં આવી હતી. પ્રશાંત લાડ (51) ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત, એમ.ટી. અગ્રવાલ હોસ્પિટલમાં 3 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અન્ય 9 લોકો ઇજાગ્રસ્ત છે અને તેમની સારવાર ચાલી રહી છે.


એક વર્ષ અગાઉ, કુર્લામાં BEST બસે 30 લોકોને કચડ્યા હતા.

એક વર્ષ અગાઉ, કુર્લામાં BEST બસે 30 લોકોને કચડ્યા હતા.

બરાબર એક વર્ષ અગાઉ ડિસેમ્બર 2024માં, મુંબઈના કુર્લામાં પણ BEST બસે ભારે કહેર મચાવ્યો હતો. બસે આશરે 30 લોકોને કચડી નાખ્યા હતા, જેમાં 4 લોકો માર્યા ગયા હતા અને 26 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત કુર્લા વેસ્ટ રેલ્વે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં થયો હતો.

આ BEST બસ કુર્લા સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી ત્યારે બ્રેક ફેલ થઈ ગઈ હતી અને ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો. ડ્રાઈવરે ગભરાઈને બ્રેક લગાવવાને બદલે એક્સિલરેટર દબાવી દીધું હતું, જેના કારણે સ્પીડ વધી ગઈ હતી. ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો અને 30 લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 4ના મોત થઈ ગયા હતા


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top