Video: રાજસ્થાનમાં એક કપલે જાહેરમાં પોલીસની સામે કર્યો એવો ડ્રામા, કે લોકો ચીડાયા, 'આ જલ્દી બંધ કરો', જુઓ વિડિયો
રાજસ્થાનના કોટા વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેનો વાયરલ વીડિયો જોઈ તમે માથું પકડી લેશો. આ વાયરલ વિડિયોમાં એક યુવતી અને એક યુવક પોલીસ જીપની છત પર ચઢીને હંગામો મચાવતા નજરે પડી રહ્યા છે. 19 સપ્ટેમ્બર, શુક્રવારે મોડી રાત્રે રામપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સબઝી મંડી રોડ પર આ નાટકીય ઘટના બની હતી. અને પરિસ્થિતિ કાબુમાં આવતાં જ કપલને કસ્ટડીમાં લેવાયું હતું.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
ઘટનામાં આ ૧૭ વર્ષની છોકરી અને ૨૨ વર્ષના યુવાનના ઘેરથી ભાગ્યા હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. માહિતીના આધારે, નજીકના રામપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ રામપુરા વિસ્તારમાં દંપતીને શોધી કાઢ્યું હતું. પોલીસને નજીક આવતી જોઈને, કપલને ભાગવાનો પ્રયાસ કર્યો, જેના કારણે શંકા ગઈ અને અધિકારીઓએ તેમનો પીછો કર્યો અને તેમને પકડીને સહી સલામત ઘેર પહોંચાડવાનો પ્રયાસ કરીને જીપમાં બેસાડ્યા ત્યારે બન્નેએ વાત ન માની અને યુવાને કિશોરીને બોનેટ પર ચઢાવી દીધી અને પછી પોતે ઉપર ચઢી ગયો પછી હોબાળો મચાવ્યો હતો. પછી નશાના હાલતમાં યુવાને તેની પ્રેમિકાને બોનેટ પર બાથ ભરી લીધી હતી અને તેને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જેના કારણે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. લગભગ દસ મિનિટ સુધી, છોકરી વારંવાર 'તેને જવા દો' એવી બૂમો પાડી રહી હતી. અને ભારે જહેમતને અંતે પરિસ્થિતિ પર કાબૂ મેળવી પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા હતાં. સ્થાનિક પોલીસે પુષ્ટિ કરી હતી કે, છોકરો નાન્તા પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે અને છોકરી સગીર છે. અને બંનેના પરિવારો તેમની શોધ કરી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp