આ પિતાની ક્રૂરતા તમારું હૈયું હચમચાવી નાખશે! પુત્રીનો હાથ બાંધી માતાની સામે જ ....! જુઓ વિડીઓ

આ પિતાની ક્રૂરતા તમારું હૈયું હચમચાવી નાખશે! પુત્રીનો હાથ બાંધી માતાની સામે જ ....! જુઓ વિડીઓ

10/04/2025 Videos

SidhiKhabar

SidhiKhabar

આ પિતાની ક્રૂરતા તમારું હૈયું હચમચાવી નાખશે! પુત્રીનો હાથ બાંધી માતાની સામે જ ....! જુઓ વિડીઓ

પંજાબના ફિરોઝપુરમાંથી એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પિતા દ્વારા પોતાની જ  પુત્રીના હાથ બાંધીને તેને નહેરમાં ધકેલી દેવામાં આવી છે. આરોપી પિતા આ ઘટનાનું શૂટિંગ પણ કરી રહ્યો હતો. પુત્રીના ગેરકાયદે સંબંધોની શંકામાં પિતા દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે.


પિતાની આ ક્રૂરતા શા માટે?

મળતી માહિતી મુજબ, આરોપી પિતા સુરજીત સિંહ ફિરોઝપુરનો રહેવાસી છે. તેને શંકા હતી કે, તેની પુત્રીનું  કોઈ યુવક સાથે અફેર ચાલી રહ્યું છે. અને તેણે તેની પુત્રીને ઘણી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેણીએ ના પાડી ત્યારે તેણે આ પગલું ભર્યું. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આરોપી પિતા તેની પુત્રીના હાથ બાંધી દે છે અને તેની પત્ની સાથે મળીને તેને નહેર તરફ લઈ જાય છે. અને તેને નહેરમાં ધકેલી દે છે. આ વીડિયોમાં, આરોપી ઘણી બધી વાતો કહેતો સાંભળવામાં આવે છે, જે રેકોર્ડ કરવામાં આવી છે.



પોલીસની કાર્યવાહી

જો કે આ વીડિયોના વાયરલ થતાંની સાથે જ પોલીસ હરકતમાં આવી ગઈ. આરોપીના એક સંબંધીએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. ત્યારે પોલીસે કાર્યવાહી કરતાં જણાવ્યું છે કે, આરોપી સુરજીત સિંહની ધરપકડ કરવામાં આવી છે. અને પૂછપરછ દરમિયાન તેણે ગુનો કબૂલતા પણ કરી છે કે, "મેં મારી પુત્રીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સાંભળતી નહોતી, તેથી મારે આ પગલું ભરવું પડ્યું." બે દિવસ પહેલા બનેલી ઘટના બાદથી ડાઇવર્સ સતત નહેરમાં આ છોકરીની શોધખોળ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી છોકરીનો કોઈ પત્તો લાગ્યો નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top