આ પ્રજાતિની માતા માત્ર ભારતમાં જ જોવા મળે છે! વીડિયો જોઈને બાળપણ યાદ આવી જશે

આ પ્રજાતિની માતા માત્ર ભારતમાં જ જોવા મળે છે! વીડિયો જોઈને બાળપણ યાદ આવી જશે

10/08/2025 Videos

SidhiKhabar

SidhiKhabar

આ પ્રજાતિની માતા માત્ર ભારતમાં જ જોવા મળે છે! વીડિયો જોઈને બાળપણ યાદ આવી જશે

સોશિયલ મીડિયાની દુનિયામાં સવારથી સાંજ સુધી લોકો પર વિવિધ પ્રકારના વીડિયો અને ફોટા પોસ્ટ કરે છે. એવા વીડિયો જે અનોખા હોય અથવા ગમે તે કારણોસર સૌથી વધુ ધ્યાન ખેંચે છે તે વાયરલ થતા હોય જ છે. જો તમે દરરોજ સોશિયલ મીડિયા પર સક્રિય રહો છો, તો તમે આવા અસંખ્ય વાયરલ વીડિયો જોયા હશે. દરરોજ, ઘણા બધા વીડિયો વાયરલ થાય છે, અને હાલમાં જે વાયરલ થઈ રહ્યો છે તે તમને તમારા બાળપણની યાદ અપાવી દેશે. ચાલો આપણે વાયરલ વીડિયો વિશે જાણીએ.


વાયરલ વીડિયોમાં શું બતાવવામાં આવ્યું છે?

વાયરલ વીડિયોમાં શું બતાવવામાં આવ્યું છે?

વાયરલ વીડિયોમાં એક મહિલા બે નાના બાળકો સાથે ચાલતી ક્યાંક જતી દેખાઈ રહી છે. તે બંને બાળકો ઢંકાયેલ ગટર ઉપરથી જવા લાગે છે. અચાનક છેલ્લું ઢાકણ તૂટી જાય છે, અને એક બાળક ગટરમાં પડી જાય છે. મહિલા તરત જ તેને બહાર કાઢે છે. આવી ઘટના બાદ ભારતીય મહિલાઓ જે રીતે ટ્રીટમેંટ આપે છે તેનાથી તમે પરિચિત છો. મહિલા બાળકને માર મારે છે, તેને પૂછે છે કે તે ત્યાં કેમ ગયો. ત્યારબાદ, તેની સાથે જય રહેલી બીજી છોકરીને પણ મારપડે છે, જેથી બીજી વખતે આવી ભૂલ ન કરે. આપણાં બાળપણમાં પણ આવી જ ટ્રીટમેંટ અપાતી હતી, પરંતુ આજકાલ આવું જોવા મળતું નથી.


યુઝરોએ આવી આપી પ્રતિક્રિયા

યુઝરોએ આવી આપી પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર lazygirl1701 નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે અને આ સમાચાર લખાય ત્યાં સુધી, 67 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. લોકોએ વીડિયો જોયા બાદ ટિપ્પણી પણ કરી છે. એક યુઝરે લખ્યું કે જે પડ્યો તેને માર પડ્યો અને તેની સાથે રહેલી વ્યક્તિને મફતમાં માર પડ્યો. અન્ય એક યુઝરે લખ્યું- આ એક ભારતીય માતા છે. ત્રીજા યુઝરે લખ્યું- બાળપણનો આઘાત. ચોથા યુઝરે લખ્યું- આ મારી મા છે. બીજા યુઝરે લખ્યું- આપણે બધા બાળપણની આ પીડા જાણીએ છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top