રૂપાલાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો' રાજ્યમાં ક્ષત્રિયોના વલણ સામે ભાજપ લાચાર! રૂપાલાએ ફરી માંગી માફી

રૂપાલાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો' રાજ્યમાં ક્ષત્રિયોના વલણ સામે ભાજપ લાચાર! રૂપાલાએ ફરી માંગી માફી ને કહ્યું...

04/27/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રૂપાલાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો' રાજ્યમાં ક્ષત્રિયોના વલણ સામે ભાજપ લાચાર! રૂપાલાએ ફરી માંગી માફી

Kshatriya Dharm Rath 2024 : રાજ્યમાં લોકસભાની ચૂંટણી ચરમ પર પહોંચી છે, આગામી 7 મેએ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાવવાનું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો મુદ્દો પણ મોટો બન્યો છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજ ધર્મરથ કાઢીને રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને હરાવવા મેદાનમાં પડ્યા છે,


માફ કરી દેવા ક્ષત્રિયોને અપીલ કરી

માફ કરી દેવા ક્ષત્રિયોને અપીલ કરી

રાજ્યમાં પરશોત્તમ રૂપાલાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ક્ષત્રિય સમાજે હવે ધર્મરથ કાઢીને ભાજપને હરાવવા અને મોટી સંખ્યામાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરી છે. આ ધર્મરથ રાજ્યમાં ઠેર ઠેર ફરી રહ્યો છે. ધર્મરથથી ક્ષત્રિયો ફરી એકવાર એકઠા થઇ રહ્યાં છે અને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા માટે સંકલ્પ લઇ રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે. અગાઉ પણ ત્રણ વાર ક્ષત્રિય સમાજની માફી માંગી ચૂક્યા છે. તાજેતરમાં જ ક્ષત્રિયો મુદ્દે કરેલી ટિપ્પણીને રૂપાલાએ પોતાની મોટી ભૂલ માની છે, અને પોતાને માફ કરી દેવા ક્ષત્રિયોને અપીલ કરી છે. પોતાની ભૂલની સજા પક્ષને ના આપવા પણ વિનંતી કરી છે. રૂપાલાએ માફી માગવાની સાથે વડાપ્રધાનના કાર્યો, ભાજપ સાથે ક્ષત્રિયોના સંબંધને યાદ કર્યા હતા.


અમિત શાહ, કહ્યું -'ત્રણવાર માફી માંગી લીધી છે ને હવે

અમિત શાહ, કહ્યું -'ત્રણવાર માફી માંગી લીધી છે ને હવે

જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઠાકુર સમુદાય - ક્ષત્રિય સમાજની નારાજગી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું- રૂપાલાજીએ તરત જ માફી માંગી લીધી છે. અમે ત્રણ વખત માફી માંગી ચૂક્યા છીએ અને નારાજ લોકો સાથે ચર્ચા પણ કરી રહ્યાં છીએ. મને પૂરો વિશ્વાસ છે કે તે અમારી સાથે આવશે. તેમનો વિશ્વાસ ભાજપ પર જ છે.

 જો કે, બીજીબાજુ વિરોધીઓ ચૂંટણી જંગમાં ભાજપ સામે ઠાકુર સમુદાય-ક્ષત્રિય સમાજની નારાજગીનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેનો સંદેશ ઈન્ડિયા એલાયન્સની રેલીમાં આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહના નિવેદનથી આવ્યો છે. જો કે, આ પહેલા પણ અખિલેશ યાદવ અનેક પ્રસંગોએ ઠાકુર સમુદાય-ક્ષત્રિય સમાજને રીઝવતા જોવા મળ્યા છે.

તમને જણાવી દઈએ કે ઠાકુર સમાજે -ક્ષત્રિય સમાજે પશ્ચિમ યુપીમાં ઘણી જગ્યાએ મહાપંચાયતનું આયોજન કર્યું હતું. આ પછી જાણકારોનું કહેવું છે કે આ સમાજ આ વખતે ભાજપનો વિરોધ કરી શકે છે. જો કે, આ સમુદાય હંમેશા ભાજપનો મુખ્ય મતદાર રહ્યો છે. ખાસ કરીને યુપીમાં ઠાકુર સમુદાય ભાજપને વોટ આપી રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top